વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે મહિલા કાર લઈને પસાર થઈ રહી હતી. તે દરમિયાન મહિલા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઈ ગઈ હતી. ત્યારબાદ આ કાર પલટી પણ ખાઈ ગઈ હતી. જોકે સદનસીબે મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. તાજેતરમાં જ ખિસકોલી સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. આસપાસમાંથી દોડી આવેલા લોકોએ ભારે જાહેમત ઉઠાવીને કાર સીધી કરી હતી.