Vadodara

વડોદરા : ખાસવાડીથી આરાધના સિનેમા તરફ આવતા એક શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

વડોદરા તારીખ 19
વડોદરા શહેરના કારેલીબાગ સ્મશાન પાસેથી આરાધના સિનેમા તરફ આવી રહેલા એક શખ્સને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ
એચ.એમ.વ્યાસ દ્વારા સ્ટાફના માણસોને વિસ્તામાં સઘન પેટ્રોલિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.જેના આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગની કામગીરી કરી રહયો હતો. તે દરમ્યાન એએસઆઈ હેમરાજસિંહ ઈન્દ્રસિંહ તથા અ.હેડ.કોન્સ.જયેશભાઈ કાળુભાઈને બાતમી મળી હતી કે એક શખ્સ ખાસવાડી સ્મશાનથી આરાધના સિનેમા તરફ જઈ રહયો છે અને તેને ખભે બેગ લટકાવેલી છે. જે બેગમાં દેશી તમંચા જેવુ હથીયાર લઈને જઈ રહ્યો છે. જેના આધારે કારેલીબાગ પોલીસે બાદમી મુજબના સ્થળ પર વોચ ગોઠવીને આ શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુનિલ રમણ સોલંકી ( રહે.સરકારી નિશાળની સામે ભાથુજી મંદિર કંચન જીવાભાઈ બારીયાના મકાનની બાજુમાં કંડાચગામ તા.કાલોલ જી.પંચમહાલ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેની બેગમાં તપાસ કરતા બેગમાંથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી તેની પાસેથી રૂ.3 હજારનો તમંચો કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા તમંચો આરોપી કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો કે પછી આ તમંચા થી કોઈ ગુના ને અંજામ આપવાનો હતો. તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top