રમત ગમત માં રુચિ ધરાવતા વડોદરાના યંગ ખેલાડીઓનો ટેસ્ટ


ગુજરાત રાજ્ય ના યુવા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્યએ રમત ગમત ક્ષેત્રે હરણ ફાળ ભરી છે. ખાસ ગુજરાતના છેવાડાના ગામના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવા ગુજરાત સરકાર ઘણી રમત ગમત ની યોજનાઓ ચલાવે છે. જે સંદર્બે ગુજરાત રાજ્ય ના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર,વડોદરા ના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવેલ હતું. તાજેતર માં આયોજિત થયેલ ખેલ મહાકુંભ ની વિવિધ સ્પર્ધાઓ માંથી યંગ ટેલેન્ટ એટલેકે 9 થી 11 વર્ષ ના રમત ગમત ના રુચિ ધરાવતા બાળકો ની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવેલ હતી. કુલ મળી ને 260 થી વધુ યંગ ટેલેન્ટ બાળકો ને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. આજ રોજ વડોદરા શહેર અને જિલ્લા ની બહેનો ની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં 30 મીટર દૌડ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, 800 મીટર દૌડ, શટલ રન સાથેના માપદંડો ઉપર બહેનો નો ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કુલ મળી ને 120 થી વધુ યંગ ટેલેન્ટ બાળકીઓએ આજ રોજ આ ટેસ્ટ માં ભાગ લીધો હતો. જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત માં મોકલવામાં આવનાર છે. યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયામાં 12 માર્ચ ના રોજ ભાઈઓ નો ટેસ્ટ આયોજિત કરવામાં આવનાર છે. આજરોજ આયોજિત થયેલ યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા વિશે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.


આ પસંદગી પ્રક્રિયા માં શિનોર,સાવલી , પાદરા, ડભોઇ, કરજણ, વાઘોડિયા તેમજ વડોદરા શહેર જિલ્લા ની આશાસ્પદ ખેલાડી બાળકીઓ ઉપસ્થિત રહી હતી. 140 થી વધુ બાળકીઓનો યંગ ટેલેન્ટ ટેસ્ટ યોજાયો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરા શહેર જિલ્લા સાથે 8 તાલુકાની 9 થી 11 વર્ષની બાળકીઓનો યંગ ટેલેન્ટ ટેસ્ટ યોજાયો
