તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉધ્વસ્ત થયા હતા સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવામાંન આવતા પોતાની વેદના ને વાચા આપવા માટે કોંગ્રેસ તેમના વારે આવી અને પુરિતોને સાથે રાખી આજરોજ જન આકરો શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામાં વડોદરા તેમજ જિલ્લાના પૂર પીડિતો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારને આડા હાથે લીધા હતા. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદ અધિકારીઓ તેમજ ગુજરાતી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનીક, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ની આગેવાનીમાં રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક ઉદબોધન સર સયાજીનગર ગૃહ ખાતે મહા અનુભવો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી જ પગપાળા વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ હાસ્યસ્પદ નિવેદનને મુહ તોડ જવાબ આપવા માટે કોંગ્રેસના આગેવાનોએ બોટ તેમજ ટાયર લઈ વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પુરની પરિસ્થિતિમાં પોતાનો પ્રાણ ગુમાવનાર લોકોને ૨૫ લાખનું વળતર સરકારે આપવું જોઈએ, વિશ્વામિત્રી ઉપર તેમજ કાંસો ઉપર ગેરકાયદેસર દબાણ કરેલા છે તે તાત્કાલિક દૂર કરવા જોઈએ, તેમજ કેસડોલ તરીકે ₹300 ની જગ્યા સર્વે કરી યોગ્ય વળતર પૂર પીડિતોને આપવા જોઈએ ,તેવા કુલ 21 જેટલા પ્રાથમિક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.