Vadodara

વડોદરા ખાતે આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વડોદરા ખાતે આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી

આજે ત્રણ હજાર થી વધુ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ના પેન્ડિગ કેસોમાં બંને પક્ષકારો અને વકીલોના સહયોગથી સુખદ સમાધાન થયું

કરજણ તાલુકાના 75 કરોડના કેસમાં બે કંપનીઓ વચ્ચે તેમજ વડોદરાના સિવિલ કોર્ટમાં ચાલતા 32 કરોડના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ના કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયું છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 13

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે યોજવામાં આવી હતી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસના પેટર્નીગ ચિફ જસ્ટિસ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં તેમજ વડોદરા ખાતે લીગલ સર્વિસીસ ઓથોરિટી ના ચેરમેન અને પ્રિન્સિપલ જ્જ સાહેબ વી.કે. પાઠકની અધ્યક્ષતામાં ત્રીજી પણ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં એક લાખથી વધુના વિવિધ કેસોમાં સુખદ સમાધાન અને સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આજરોજ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ના 3000થી વધુ પેન્ડિગ કેસોમાં બંને પક્ષકારો અને વકીલોની સૂઝબૂઝ સહયોગથી સમાધાન થયું હતું તદ્પરાંત 100 થી વધુ મોટર એક્ટ પીટીશન કેસો (MAPC) જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત અસીલો સાથે ઇન્સ્યોરન્સ કંપની તથા વકીલોના સહયોગથી સમાધાન થયું હતું. અહીં ગુજરાતમાં મહત્વના એવા કરજણ તાલુકાના રૂ.75 કરોડના બે કંપનીઓ વચ્ચેનો કેસ કે જેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો તે કેસમાં સમાધાન થયું હતું તથા વડોદરાના સિવિલ કોર્ટમાં ચાલતા રૂ.32 કરોડના ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ના કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું. આજે રાષ્ટ્રીય લોક અદાલતમાં લીટીગેશન, ટ્રિલીટી,ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, મોટર એક્ટ પીટીશન કેસો,50,000 જેટલા સામાન્ય તકરાર, ઇચલણ,ચલણ સહિતના કેસોમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top