વડોદરા તારીખ 27
સ્ટેટ મોનિટરિંગ સેલે વાઘોડિયા રોડ પર ખટંબા ગામ પાસે આવેલી સોસાયટીમાં રેડ કરીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર સટોડીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથે આઈડી દ્વારા સટ્ટો રમતા અન્ય 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે કુંભારવાડા વિસ્તારમાંથી જુગાર રમતા 11 ખીલીઓને પોલીસે દબોચી લીધા હતા.સ્થળ પરથી રોકડ રકમ અને આઠ મોબાઇલ મળી રૂ. 57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે સટોડીયાઓ પણ ગેલમાં આવી રહ્યા છે અને રોજ રમાઈ રહેલી મેચ પર લાખોનો સટ્ટો રમાય રહ્યો છે. તેના પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સતત રાખી રહી છે. 27 ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ હોય ખટંબા ગામે આવેલી અક્ષર આશ્રય સોસાયટીમાં રહેતો મુકેશ અંબાલાલ ચાવડા ઓનલાઈન સટ્ટો રમાડે છે. તેની સાથે અન્ય સટોડીયાઓ પણ સટ્ટો રમી રહ્યા છે. તેવી મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે ખટંબા ગામે રેડ કરીને પિયુષ ચાવડાને ઝડપી પાડ્યો હતો.જયારે જીતુ, સની દડવાની, આશુ,રાહુલ ભૂર્યો, મુન્નો રાહુલ, ગોપાલ, સુનીલ મયુર, મોનુ હેર અને ચિરાગ નયનને વોન્ટેડ જાહેર કર્યા છે.
બીજા બનાવમાં વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ખારી તલાવડી ખાતે અજય સુરેશ કુસવાહના મકાનની સામે જાહેરમાં જુગારધામ ચાલે છે. તેવી મળેલી બાતમીના આધારે કુંભારવાડા પોલીસે પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને જોઈને જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે સ્થળ પરથી 11 જુગારીઓ અજય સુરેશ કુસવાહ, આકાશ ચમાર, ઉમેશ કુશવાહ, અરવિંદ કુસવાહ, દુર્ગંશ કુસવાહ, જીતેન્દ્ર માનવ કુસવાહ, કલ્યાણ કુસવાહ, નારાયણ સિંહ કુસવાહ, આકાશ કુસવાહ, દેવસીગ કુસવાહ, નિલેશ ઠાકોર ઝડપાઈ ગયા હતા. પોલીસે દાવ પર લાગેલી રોકડ રકમ અને જુગારીઓની અંગજડતી રૂ. 21 હજાર અને 8 મોબાઇલ રૂ. 32 હજાર મળી રૂ.57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
