Vadodara

વડોદરા : ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંથી 62 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

વડોદરા તારીખ 2
વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસેથી આજે સવારે એક વૃદ્ધની લાશ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. તબીબ દ્વારા મૃતદેહનું પીએમ કરાતા કુદરતી રીતે વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા પિતરાઈ ભાઈને શોધી કાઢીને મૃતદેહને અંતિમવિધિ માટે સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે ફૂટપાથ પર રહેતા 62 વર્ષથી કપૂરભાઈ રાઠોડ છૂટક મજૂરી કરીને જીવન ગુજારતા હતા. ગઈ કાલે રાત્રિના સમયે ઊંઘી ગયા હતા. પરંતુ સવારે તેઓ ઉઠ્યા ન હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. જેથી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની શોધખોળ કરતા તેમના કુટુંબી ભાઈ મળી આવ્યા હતા. તેઓ ખંડેરાવ માર્કેટમાં ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પીએમ કરાવ્યા બાદ વૃદ્ધની લાશને તેમના પિતરાઈ ભાઈન ને અંતિમવિધિ માટે સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર દ્વારા પીએમ કરાતા મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જેથી હાલમાં કુદરતી રીતે મોત થયું હોવાનું પ્રાથમિક કારણ દર્શાવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top