Vadodara

વડોદરા : કોલ્ડ્રિંક્સમાં કેફી દ્રવ્ય ભેળવી પીવડાવ્યાં બાદ યુવતી પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું


પ્રતિનિધિ વડોદરા તા.15
સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યાં બાદ યુવકે યુવતીને મળવા માટે બોલાવી હતી. ત્યારે નશિલો પદાર્થ કોલ્ડ્રિંક્સમાં ભેળવી પીવડાવી દીધા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું અને યુવતીના સાથે અશ્લીલ ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. જે બીભત્સ વીડિયો અને ફોટોથી બ્લેક કરીને યુવતી પર દુષ્કર્મ ગુજારતા યુવતી ગર્ભવતી બની હતી. ત્યારે તેનું ખાનગી હોસ્પિટલમાં એબોર્શન પણ કરાવ્યું હતું. ત્યારબાદ પણ યુવકે શારીરિક સંબંધની માગણી કરતા હોય કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં વાઘોડિયા રોડ પર વૃંદાવન ચોકડી પાસેની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મયંક શરદ ગુપ્તા 27 વર્ષીય યુવતીના સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવ્યો હતો. જેથી યુવકે યુવતી સાથે મિત્ર કેળવી હતી ત્યારબાદ તેની સાથે મીઠીમીઠી વાતો કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. રોજે રોજ સોશિયલ મીડિયા પર વાતો કરતા હોવાથી યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી. જેથ યુવતીને મયંક શરદ ગુપ્તા પર વિશ્વાસ આવી ગયો હતો. દરમિયાન 27 જુલાઇના રોજ યુવક યુવતીને તેના વાઘોડિયા રોડ પર આવેલા મકાને લઇ ગયો હતો અને કોલ્ડ્રિંક્સમાં કોઇ નશીલો પદાર્થ ભેળવીનો પીવડાવી દીધો હતો. જેથી યુવતી સભાન અવસ્થામાં ન હોય ત્યારે યુવકે તેની સાથે બળજબરી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત યુવતી સાથે અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જેનાથી યુવતીને યુવકે બ્લેક મેલ કરવાનું શરૂ કર્યું હતું. જો તુ શરીર સંબંધ બાંધવા નહી દે તારા બીભત્સ ફોટા અને વીડિયો વાઇરલ કરી નાખીશ તેવી ધમકી આપીને યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો ત્યારે નિસર્ગ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભપાત પણ યુવકે કરાવ્યો હતો. જેથી યુવતીને વાંરવાર બ્લેકમેલ કરી ફરી શરીર સંબંધ બાંધવા દેવાની માગણીથી કંટાળી ગયેલી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલોકમાં જ આરોપી મયંક ગુપ્તીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top