Vadodara

વડોદરા કોર્પોરેશન લોકો પાસેથી ટેક્ષ તો ઉઘરાવે છે તે ઉપરાંત દેવું પણ કરી રહી છે

VMC દ્વારા બજેટ રજૂ કરાયા બાદ શહેર કોંગ્રેસ દ્વારા આકરા શાબ્દિક પ્રહારો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ રજૂ કરાયા બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રથમ પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું. જેમાં શહેરમાં વિવિધ પ્રાથમિક સુવિધાઓ , વિવિધ સમસ્યાઓ મામલે કોર્પોરેશન તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કરી તંત્ર કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે તેની પોલ ઉઘાડી પાડી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી , વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કપિલ જોષી, હાજર રહ્યા હતા. પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, શહેરમાં પરિસ્થિતી ઠેરની ઠેર હોય તેવું દ્રશ્યમાન થાય છે. રખડતા ઢોર માટે ખટંબા ખાતે 15 કરોડના ખર્ચે ઢોરોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ આજે પણ વડોદરા શહેર માં રખડતા ઢોર દેખાઈ રહ્યા છે. સ્માર્ટ પે એન્ડ પાર્ક ની વ્યવસ્થા ઊભી થશે, પરંતુ હજી વાસ્તવિક ચિત્ર દેખાતું નથી. વર્ષ 2024-2025 માં સતાધીશો દ્વારા ટ્રાફિકની સમસ્યાને પહોચી વળવા પુલ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં મનેજા- મરેઠા, ગોત્રી તળાવ. માણેકપાર્ક, એરપોર્ટ સર્કલ, રાજમહલ રોડ થી કોઠી, નાવાયાર્ડ થી ગોરવા કેનાલ ને સમાંતર, નાગરિક સુરક્ષા માટે બજેટ જેમાં સ્ટ્રીટ લાઈટ, કેમેરા, વિવિધ તાળાંવો પરંતુ વડોદરા શહેર ના મહતમ તળાવો સાફ નથી. ખાસ કરીને કાશીવિશ્વનાથ તળાવ જ્યાં કોંગ્રેસ કોર્પોરેટોર બાલુભાઈ સુરવે દ્વારા ઘણી વાર રજૂઆત તેમ છતાં કોઈ નકકર કામગીરી નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું 233 કરોડ નું બજેટ હોવા છતાં શાળા માં અપૂરતા શિક્ષક, નબળા ઓરડાઓ, પ્રાથમિક સુવિધાનો અભાવ જેવી પરિસ્થિતી જોવા મળે છે. સેવાસી, ઊડેરા, ભાયલી, બિલ, કરોડિયા, વેમાલી, વડદલા ગામોમાં કોમ્યુનિટી હૉલ બનવાની જાહેરાત થઈ છે. સત્તાધીશો જાહેરાત કરવામાં કોઈ કસર નથી રાખતા, પરંતુ વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય પ્રજા ને હેરાનગતિ થઈ રહી છે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ બધા વિકાસના કામો ની વાત કરતું સેવા સદન લોકો પાસે થી ટેક્ષ તો ઉઘરાવે છે તે ઉપરાંત દેવું પણ કરી રહી છે. સભા ના ઠરાવ નંબર 163 તારીખ 20 ફેબ્રુઆરી 2024 અનુસંધાને બજાર માથી નાણાં લેવા અને બેન્ક પાસે થી લોન પણ લેવી તેવા ઠરાવ કરી સેવા સદન ને વધુ દેવદાર બનાવી રહી છે.

Most Popular

To Top