પ્રતિનિધિ વડોદરા તા. 16
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ ખાતેથી તેમના દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹ 10,000 કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ટીપી 60, એફપી 189 ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹24.41 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 353 આવાસો તથા 12 દુકાનો નો ઈ-લોકાર્પણ GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી થયું હતું. જેનું જીવંત પ્રસારણનો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી તળાવ પાસે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોશી, ધારાસભ્ય સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી ની ગેરહાજરીથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કારણ કે આ કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં હોદ્દેદારો ઉપસ્થિત ન હોય તો ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે.
અમદાવાદ ખાતે આયોજીત મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ. 24.41 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 353 આવાસો અને 12 દુકાનોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. વડોદરાના ગોત્રી ટી.પી.-60, એફ.પી. 189 ખાતે આવાસોના લાભાર્થીઓના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ અને સાંસદ ડો. હેમાંગભાઈ જોષીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી લોકાર્પણના કાર્યક્રમને વડોદરાએ વર્ચ્યુલ ભાગ લીધો હતો ત્યારે આ રાખેલા આ કાર્યક્રમમાં પાલિકાના હોદેદારો ગેરહાજર રહ્યા હતા. સાંસદ હેમાંગ જોષી, દંડક બાલકૃષ્ણ શુક્લા અન્ય ધારાસભ્યો, કાઉન્સિલરો અને કાર્યકર્તા હાજર જોવા મળ્યા હતા પરંતુ મેયર પિન્કી સોની, ડે મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ની ગેરહાજરી ચર્ચા નો વિષય રહ્યો હતો.
શીતલ મિસ્ત્રી સાથે ટેલીફોનિક સંપર્ક ગુજરાતમિત્રના પ્રતિનિધિએ કરી પ્રધાનમંત્રીના આ કાર્યક્રમ માં આપની હાજરી ન હતી એનું કારણ શીતલ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પગમાં ફેક્ચર હોવાના કારણે તેઓ પ્રધાનમંત્રી માં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા.
મેયર પિન્કી સોની પણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ માં આમંત્રણ પત્રિકામાં વિશેષ ઉપસ્થિતિ એમ હોવા છતાં હાજર ન હતા. જેથી ગુજરાતમિત્ર તરફથી તેઓનો ટેલીફોનીક સંપર્ક કરવાનો અનેક વાર પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ એ ફોન પણ ઉપાડી જવાબ આપ્યો ના હતો.
જ્યારે ડે મેયર ચિરાગ બારોટ ની ગેરહાજરી વડોદરાનાં કાર્યક્રમ જોવા મળતા ગુજરાતમિત્રના પ્રતિનિધિ એ ચિરાગ બારોટ સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી અને તેઓએ જણાવ્યું કે તેઓ ખુદ અમદાવાદ મુખ્ય કાર્યક્રમમાં ગયા હોવાથી વડોદરાનાં કાર્યક્રમમાં હાજર ના હતા.
વડોદરા કોર્પોરેશન આયોજિત વડાપ્રધાનના ઇ- લોકાર્પણ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રહ્યા ગેરહાજર
By
Posted on