Vadodara

વડોદરા : કોર્પોરેશને નાપાસ ખાદ્ય પદાર્થના નમૂનાઓ માટે 63 કેસ કરી ફૂડ બિઝનેસ ઓપરેટરોને 42.66 લાખનો દંડ ફટકાર્યો

મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા-રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે કરવામાં આવેલ ચેકીંગ દરમ્યાન 82 કેસોમાં રૂ.1,49,000નો દંડ કરાયો :

હોટલ ગીરનાર અને હરિયાલી રેસ્ટોરન્ટના પનીર લુઝ સહિતના અનેક ફૂડ ઓપરેટરના નમુના નાપાસ થયા

( પ્રતિનિધિ ) વડોદરા,તા.27

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા. જે શંકાસ્પદ નમુનાઓમાંથી નાપાસ થયેલ નમુનાઓ માટે 27 જેટલા ફુડ બિઝનેશ ઓપરેટર સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરી એડજ્યુકેટીંગ ઓફીસર દ્વારા 63 કેસોમાં રૂ.42,66,300નો દંડ કરવામાં આવ્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા તેમજ રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે કરવામાં આવેલ ચેકીંગ દરમ્યાન 82 કેસોમાં રૂ.1,49,000નો દંડ કરવામાં આવ્યો છે. જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચના અને ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે નમુનાઓને પૃથકકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પબ્લીક હેલ્થ લેબોરેટરીના પૃથકકરણ રીપોર્ટ આધારે સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થયેલા 63 કેસોમાં એજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 63 કેસોમાં જેતે ફુડ બિઝનેશ ઓપરેટરોને રૂ.42,66,300 દંડ કરવામાં આવેલ છે. જે ફુડ બીઝનેશ ઓપરેટરોને રૂ.10,000 કે તેથી વધુનો દંડ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top