Vadodara

વડોદરા : કોર્પોરેશનમાં સિક્યુરિટી એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ,પગાર-હાજરીમાં ગેરરીતિ મામલે વિજિલન્સ તપાસની માંગ

ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડે.મ્યુનિસિપલ કમિશનર અને સિક્યુરિટી ડાયરેક્ટરને પત્ર લખ્યો :

સિક્યુરિટી જવાનોના પગાર અને હાજરીઓમાં છેતરપિંડી થતી રોકવા વિજિલન્સની તપાસ અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત સિક્યુરિટીના કર્મીઓને પગાર અને હાજરીઓમાં થતી ગેરરીતિ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેપ્યુ. મ્યુનિસિપલ કમિશનર અને સિક્યુરિટી ડાયરેક્ટરને પત્ર પાઠવી કર્મચારીઓને તેમના હકના નાણા આપવા તેમજ આ મામલે પોલીસ ફરિયાદ કરી ખાતાકીય તપાસની પણ માંગણી કરી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યુરિટી એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સિક્યુરિટી ડાયરેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોર્પોરેશનમાં સિક્યુરિટી શાખા દ્વારા જે જવાનો તહેનત કરવામાં આવે છે અને તેનો ઇજારો આપવામાં આવે છે. હાલ ઇજારો સિક્યુરિટી લના જવાનો શાખામાં વિવિધ સ્થળો ઉપર જવાનોને જવાબદારીમાં મૂકવામાં આવે છે, તેઓના મહિનાનો અપાતો પગારમાં આચરવામાં આવી રહી છે. આ અંગે પોલીસ ફરિયાદ કરી ખાતાકીય તપાસ પણ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી પગલા ભરવામાં આવે તે જરૂરી છે. હાજરી પત્રકમાં કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ભરવામાં આવે છે અને તે પ્રમાણે એજન્સી પગાર કરતા હોય છે સિક્યુરિટી એજન્સી દ્વારા 30 દિવસ હાજરી ભર્યા પછી ફક્ત 26 દિવસનો પગાર આપવામાં આવે છે અને મહિનામાં એક પણ વાર રજા આપવામાં આવતી નથી. જો તેઓ ફરિયાદ કરે તો તેઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે કે, કાલથી નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે. આમ નોકરી ગુમાવવાની બીકને લીધે કર્મચારીઓ બોલી શકતા નથી. ત્યારે આ અંગે તલસ્પર્શી તપાસ કરીને સિક્યુરિટી એજન્સી ઉપર પગલા ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top