Vadodara

વડોદરા : કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડદલા ગામના લોકો દ્વારા વીજ પ્રશ્ને રસ્તા રોકો આંદોલન,માર્ગ પર બેસી જઈ ઉગ્ર વિરોધ

અનેક વખત લાઈટો ડૂલ થતા લોકોને ઉજાગરા તો બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડદલા ગામના લોકોએ વીજ પ્રશ્ને આજે સવારે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો હતો.

વડોદરા શહેર નજીક વડદલા ગામનો વર્ષ 2019-20 થી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. 1 મહિનામાં માત્ર 8 દિવસ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય વીજળી ડુલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે.

વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવતા મંગળવારે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Most Popular

To Top