Vadodara

વડોદરા કોર્પોરેશનમાં મહિનામાં એક જ વખત સામાન્ય સભા થશે



ઝોન કક્ષાએ કોર્પોરેટરો અને ડે, કમિશનર તેમના સ્થાનિક અધિકારીઓ સાથેની બેઠક છેલ્લા કેટલાક સમયથી બંધ થઈ ગઈ

વડોદરા: તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ અને પાંચ પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ઝોન કક્ષાએ કોર્પોરેટરોના કામો નિકાલ માટે ચર્ચા થઈ અને કોર્પોરેશનની સામાન્ય સભા માટેની જૂની પ્રણાલિકા બદલવાની ચર્ચા થઇ હતી. આ નિર્ણય મુજબ, આગામી મહિનાથી કોર્પોરેશનની સામાન્ય સભા માસિક એક જ વખત યોજાશે અને વર્ષોથી ચાલતી બે વખત મળવાની પ્રણાલિકા તૂટી જશે.
વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી મહિનામાં એક કામોની મંજૂરી માટે અને બીજી ચર્ચાની સભા મળે તેવી પ્રણાલિકા રહેલી છે. તેમાં આ વખતે ફેરફાર કરવાની ચર્ચા પણ થઈ હતી. જે અંગે ઉપરથી મળેલી સૂચના પ્રમાણે કામો અને ચર્ચાની બંને સભાને બદલે એક જ સભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે . સાથે સાથે અગાઉ ઝોન કક્ષાએ કોર્પોરેટરો અને ડેપ્યુટી કમિશનર તેમના સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક મળતી હતી તે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ થઈ ગઈ છે ત્યારે ઝોન કક્ષાએ આ કામગીરી થવી જોઈએ તેવી ચર્ચા પણ થઈ હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top