વડોદરા કોર્પોરેશનમાં નોકરી ની માંગણી કરતા લોકો દ્વારા ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહનો ઘેરાવો – Gujaratmitra Daily Newspaper

Vadodara

વડોદરા કોર્પોરેશનમાં નોકરી ની માંગણી કરતા લોકો દ્વારા ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહનો ઘેરાવો



પ્રતિનિધિ વડોદરા તા. 2
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ સતત ત્રણ વખત ગૃહ રાજ્ય મંત્રી હર્ષદ સંઘવી વડોદરાની મુલાકાત કરી ચૂક્યા છે. ક્યારે આજે ત્રીજી વખત જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક પૂર્ણ કરી તેઓ સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે એના સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી તેઓ રવાના થયા હતા. બેઠક પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી ના વડોદરા શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ પણ તેમના ખાનગી વાહનમાં સર્કિટ હાઉસની બહાર નીકળી રહ્યા હતા તે સમયે વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ-૪ માં નોકરી કરવા ઈચ્છતા લોકો દ્વારા ભાજપ શહેર પ્રમુખની ગાડીને સર્કિટ હાઉસના ગેટ પર રોકીને તેમનો ઘેરાવો કર્યો હતો. નોકરીની ઈચ્છા ધરાવતા લોકો દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને ભાજપ વિરોધ નારેબાજી કરી હતી. સામાજિક આગેવાન દિવ્યાની પરમાર દ્વારા ભાજપા અને તંત્ર પર વર્ગ ૪ ના કર્મચારીઓની ભરતી ન કરવા બાબતે ઘણા બધા આક્ષેપો કર્યા હતા.‌ જેની સામે ડૉ. વિજય શાહે વળતો જવાબ પણ આપ્યો હતો અને ત્યાંથી નીકળી ગયા હતા.

Most Popular

To Top