Vadodara

વડોદરા કોર્પોરેશનની સાધારણ સભા ગરમાગરમીથી ભરેલી


મેયર બીમાર પડતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની અધ્યક્ષતા માં સભા યોજાઈ

વડોદરા કોર્પોરેશનમાં પાલિકાની સભા ગરમાગરમીથી ભરેલી હતી. શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી છે જેને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝૂંબેશ અને કોર્પોરેશનમાં ઉગ્ર વિરોધ કર્યો હતા. જ્યાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોનો કોંગ્રેસના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોષી પોતાના હાથમાં મગર લઈને પહોંચ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને સભામાં જઈ રહેલા ભાજપના કાઉન્સિલરોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ મેયર ગેટ પર હલ્લાબોલ કર્યું હતું. સાથો સાથ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી. સભાગૃહ તરફ આગળ વધતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકી રાખ્યા તે સમયે કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે પણ ધક્કામુક્કી કરી હતી.


ભાજપના જ કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો

કોંગ્રેસ પક્ષની ઝૂંબેશ તો ઠીક. પણ ભાજપના જ કોર્પોરેટર મનીષ પગારેના સવાલોથી સભા ગૂંજી ઉઠી હતી. કોર્પોરેટરે કહ્યું કે ચાર દિવસ પહેલા સંકલનમાં પાણી છોડવા કહ્યું હતું છતાં તમે ન માન્યા અને અમારા વિસ્તારમાં લોકો પાયમાલ થઈ ગયા છે. લોકો પાસે પહેરવા કપડાં નથી રહ્યા ત્યારે તમે સત્તાધીશો જવાબદારી લેવા તૈયાર નથી. તમારા વાંકે કોર્પોરેટરોને સાંભળવુ પડ્યું છે તેમ તંત્રને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું હતું.


ભાજપના કોર્પોરેટરએ ડૉ.શીતલ મિસ્ત્રી પર બળાપો ઠાલવ્યો

સામાન્ય સભામાં ભાજપના વધુ એક કોર્પોરેટરે પણ બળાપો ઠાલવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રી પર બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જાતે જ લીધા હતા.કોર્પોરેટરની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું

કોર્પોરેટરે કરેલા આક્ષેપને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનુ નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પૂરની પરિસ્થિતિ થઈ હતી સરકારે અને તંત્રએ જે બન્યું એ કર્યું જ છે. કોર્પોરેટરે જે આક્ષેપ અને રોષ ઠાલવ્યો છો તે વ્યાજબી છે અને અમે પુરેપુરી કોશિષ પણ કરી છે પણ કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી.

પાલિકાની સભા અગાઉ મેયર બિમારઃડે.મેયરે અધ્યક્ષપદ સંભાળ્યું



વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભાના ગણતરીના કલાકો અગાઉ શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની અચાનક બીમાર પડી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
પાલિકાના મેયર પિન્કીબેન સોની બીમાર પડી જતા તેમના સ્થાને પાલિકા અધ્યક્ષસ્થાન ડે.મેયર ચિરાગ બારોટે સંભાળી હતી.
મેયર પિન્કી સોની સોશિયલ મીડિયા પર પોતે બીમાર હોય તેઓને બોટલ ચડે છે તેવો ફોટો મૂક્યો હતો. આ પોસ્ટ વાઇરલ થતાં ઘણા તર્ક વિતર્ક સર્જાયા હતા. ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મેયરને પથરીનો દુઃખાવો ઉપડ્યો છે અને વિટામિન બી 12ની પણ ઉણપ છે. તેથી દવા લખી આપી છે.

Most Popular

To Top