વર્ષોથી પડી રહેલા કેટલાક વાહનો , નિકાલ કરવાની પણ કોઈને પરવા નથી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્હીકલ પૂલ શાખામાં વર્ષો જૂના વાહનો ખરાબ હાલતમાં જોવા મળે છે. આ વાહનો યમદૂત સાબિત થઈ રહયા છે. વ્હિકલ પુલના વાહનો એટલી હદે ખરાબ છે કે ક્યારેય મોટો અને ગંભીર અકસ્માત થાય તેમ છે. કેટલાય વાહન તૂટેલા તો કેટલાય ભારદારી વાહનના તો ટાયરમાં ચીરા જોવા મળ્યા છે. જે ક્યારેય રસ્તે ચાલતા ટાયર ફાટી જાય અને અકસ્માત સર્જાય જેનાથી નિર્દોષ લોકો એ જીવ ગુમાવવો પડે એવી દશા છે. કેટલાય વાહનો વ્હિકળ પુલમાં કટાઈને પડી રહ્યા છે અને તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી.
ગુજરાતમિત્રના પ્રતિનિધિ આજે વ્હીકલ પૂલ શાખામાં જઈને નિરીક્ષણ કરતાં તેઓ ચોંકી ઊઠયા હતા. જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા રોકી રહ્યા છે. તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરાતો નથી. ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખ્યા છે, સ્પેરપાર્ટસ પણ કાઢી નાખ્યા છે. વર્ષોથી આ વાહનો એક જગ્યાએ પડી રહ્યા હોવાથી ગંદકી ફેલાવી રહ્યા છે. જો કે આરટીઓ અને એક બીજા વિભાગ પર જવાબદારી ઢોળી તેનો નિકાલ કરવામાં આવતો નથી.
વડોદરા વ્હિકલ પુલમાં ચાલતા જે વાહનો છે તેમાં ડોઝર, ડમ્પર, જેટિંગ, સકસન મશીન, વોટર ટેન્કર, મીની બસ, ડમ્પર પ્લેસર, એક્સકેવેટર લોડર, સુપરસકર વગેરે મળી 96 પ્રકારના વાહનો છે. આમાંથી અમુક વાહનો વર્ષો જૂના હોય એ જોવા મળે છે.
કેટલાય વાહનો ની એસેસરીઝ ખરાબ છે તો કેટલાક વાહનો અનફિટ છે ,જે ક્યારેય પણ રસ્તા પર ચાલતા ગમખ્વાર અકસ્માત કરી નિર્દોષનો ભોગ લઈ શકે છે. એવું જ કંઈક છેલ્લા મહિનામાં બે વખત બની ચૂક્યું છે જેમાં બે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમ નથી કે પુલમાં નવા વાહનો ડમ્પરો અને સાધનો નથી. નવા વાહનો પણ ઉપસ્થિત છે. પરંતુ એ કાર્યરત ક્યારે થશે તે કંઈ નક્કી નથી. રહી વાત ડ્રાઇવરોની ડ્રાઇવરોની પાસે પણ અનુભવ છે . પરંતુ કેટલાક પાસે લાયસન્સ પણ ન હોય એવું પણ ધ્યાનમાં આવ્યું છે ડ્રાઇવરો આડેધડ અને બેફામ ડમ્પર નાખતા હોય છે . ગાડીઓ પણ આડે ધડ ચલાવતા હોય છે જેનું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી .જેના કારણે વાહનોની હાલત ખસતા હાલત જોવા મળી છે . 75 ટકા વાહનો અનફિટ જોવા મળે છે જેમાં ટાયરોની હાલત ખરાબ હોય છે તો કેટલાક વાહનોના આગળ પાછળના એસેસરીઝ તૂટેલી જોવા મળે છે તો કેટલાક વાહનોને તો નંબર પ્લેટ પણ હોતી નથી.