Vadodara

વડોદરા કોર્પોરેશનની ભૂલને કારણે અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પર સર્જાયા ટ્રાફિકના દ્રશ્યો



પ્રતિનિધિ વડોદરા તા. 14
વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીકળ્યું છે તે આ ચોમાસાની ઋતુમાં સાબિત થઈ ચૂકયું છે. ચોમાસાની સિઝનમાં શહેરના રાજમાર્ગ ઉપર ઠેર ઠેર અસંખ્ય ભૂવાઓ પડ્યા, શહેરમાં બે વાર પૂર આવ્યું, કોઈ વિસ્તાર બાકી નહીં હોય જ્યાં ગંદકીએ સામ્રાજ્ય ન બનાવ્યું હોય, સાથે જ અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યા અને નગરજનોને ગંદા પીવાના પાણીના વિતરણની સૌથી મોટી સમસ્યા પણ સામે આવી હતી. શહેરના નાગરિકો દ્વારા કરોડો રૂપિયા વેરો પાઈ કર્યા બાદ પણ વડોદરા મહાનગરપાલિકાની નાગરિકો પ્રત્યેની બેદરકારી રોજબરોજ સામે આવતી હોય છે. શહેરનાં અતિ વ્યસ્ત ગણાતા અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે પાણીની લાઈન લીકેજ થતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેનું રીપેરીંગ કામ દિવસ દરમિયાન શરૂ કર્યું હતું જે કારણે અતિવ્યસ્ત ગણાતા આ ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાંથી પસાર થનાર દરેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં પાછું ટ્રાફિક સિગ્નલ બંધ થતા વધુ ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિક જવાનોને પણ નિયંત્રણ કરવું મુશ્કેલ બન્યું હતું. આ પ્રકારે જ્યારે અતિ ટ્રાફિક વાળા વિસ્તારમાં આ પ્રકારનું લીકેજ થયું હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેના સમારકામની કામગીરી રાત્રી દરમિયાન કરવી જોઈએ તે યોગ્ય કહેવાય પરંતુ વડોદરા મહાનગરપાલિકા કેવા પ્રકારે કામગીરી કરે છે તે સૌ નાગરિકો સારી રીતે જાણે છે. જે પ્રકારે ભુવાઓના સમારકામ માટે તંત્ર દરેક સ્થળે વિલંબ કરે છે તેવો વિલંબ આ ચાર રસ્તા પર કરવામાં આવી રહેલ પાણીના લીકેજ નાં સમારકામમાં ન થાય તો સારું નહીં તો રોજે રોજ આ પ્રકારનો ટ્રાફિક આ મોટા અતિ વ્યસ્ત ચાર રસ્તા પર જોવા મળે તો નવાઈ નહીં.

Most Popular

To Top