Vadodara

વડોદરા કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી શહેરની મધ્યમાં જ શિફ્ટ કરવા માંગણી


*સરદાર માર્કેટની જર્જરીત બિલ્ડિંગમાંથી આ કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખસેડવા થઈ રહેલી હિલચાલ*

*જો આ કચેરી દૂર ખસેડાશે તો લોકોને ખૂબ અસુવિધા રહેશે*


(પ્રતિનિધિ) વડોદરા તા. 28


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્શન વોર્ડ નં-13માં કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની બિલ્ડીંગ જર્જરીત જાહેર કરીને વેપારીઓને દુકાન ખાલી કરવા અગાઉ નોટીસ આપી છે, ત્યારે આજ બિલ્ડીંગમાં આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ થઇ રહી છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઈ સૂર્વેના કહેવા મુજબ જન્મ મરણ અને લગ્ન નોંધણીની આ કચેરીનું અત્યાર સુધીમાં ચાર વખત સ્થળાંતર થઈ ચૂક્યું છે. અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી, બાદમાં બદામડી બાગ એ પછી મધ્યવર્તી સ્કુલમાં અને ત્યારબાદ અહીં સરદાર માર્કેટ બિલ્ડીંગમાં ખસેડવામાં આવી હતી. આ ચારેય જગ્યા શહેરની મધ્યમાં આવેલી છે. જેથી લોકોને શહેરના ગમે તે ખૂણા માંથી ગમે જન્મ-મરણના દાખલા કે લગ્ન નોંધણીના કામ માટે અહીં આવવા માટે સરળતા રહેતી હતી. માંજલપુર વિસ્તાર શહેરના દક્ષિણ છેડે આવેલો છે. લોકોને શહેરના બીજા વિસ્તારોમાંથી માંજલપુર સુધી જન્મ-મરણ અને લગ્ન નોંધણી માટે ત્યાં જવું અઘરું થઈ પડશે એમાં હવે કોર્પોરેશન દ્વારા આ કચેરી માંજલપુર ખસેડવાની હિલચાલ થઇ રહી છે. જેનાથી, લોકોને જન્મ-મરણના દાખલાની કામ ગીરી માટે અહીં સુધી ધક્કા ખાવા પડશે. ત્યારે લોકોની સરળતા માટે શહેરની મધ્યમાં જ કોર્પોરેશનની કોઇ બિલ્ડીંગમાં આ કચેરી શીફ્ટ કરી કાયમી ધોરણે પૂર્ણ સુવિધા સાથેની કચેરી બનાવવા તેમણે સામાન્ય સભામાં અને ફરીથી કમિશનર સમક્ષ પત્ર લખીને રજૂઆત કરી હતી.

Most Popular

To Top