વોર્ડ 5ના મહિલા કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવાના પતિની ગુંડાગર્દી
વડોદરા: વડોદરાના વોર્ડ 5 માં એક વિવાદ સપાટી પર આવ્યો છે, જ્યાં કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાના પતિ પર મ્યુનિસિપલ અધિકારીને થપ્પડ મારવાનો અને દુર્વ્યવહાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે પાલિકાના અધિકારી વોર્ડ 5 ગટર સંબંધિત સમસ્યા અંગે તેમની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કાઉન્સિલર અને તેમના પતિ સાથે વિસ્તારના ત્રણ-ચાર લોકો સ્થળ પર આવી કામગીરી નું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે કોઈક વાતને લઈને મહિલા કાઉન્સિલર અધિકારીઓ ઉપર પોતાની ઢોસ જમાવતા હોય અધિકારીઓને સ્થળ પર ધમકાવ્યા હતા. ત્યારે અધિકારીઓએ જણાવેલું મેડમ અમને અમારું કામ ખબર છે તેમ કહેતા વાત ઉગ્ર થઈ ગઈ હતી. ત્યારે કાઉન્સિલરના પતિને ગુસ્સો આવી જતા તેણે અધિકારીઓ જોડે ગેરવર્તણુક કરી હતી અને ત્યારબાદ હાથાપાઈ પણ થઈ હતી. ઉપરાંત કાઉન્સિલરના પતિએ અધિકારીને લાફો મારી દીધો હતો અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં અધિકારીના શર્ટ ના બટન પણ તૂટી ગયા હતા.

પ્રફુલાબેન જેઠવાના પતિએ કથિત રીતે અધિકારીને થપ્પડ માર્યો હતો અને દુર્વ્યવહાર કર્યો હતો, જેના બાદ ઉગ્ર દલીલ થઈ હતી.
કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, કોર્પોરેટરના નજીકના સૂત્રોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઘટનાની તપાસ શરૂ કરી છે. તપાસના પરિણામના આધારે, પ્રફુલાબેન જેઠવાના પતિ સામે કાર્યવાહી થઈ શકે છે.
આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે, ઘણા લોકોએ પ્રફુલાબેન જેઠવાના પતિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાએ મ્યુનિસિપલ અધિકારીઓ અને તેમના પરિવારોના વર્તન પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
