દિવાળીના તહેવારો શરૂ થતાં જ સરકારી, અર્ધસરકારી, ખાનગી તથા જાહેર સાહસોમા મિનિ વેકેશન શરૂ થઇ રહ્યાં છે ત્યારે જિલ્લા અને સત્ર ન્યાયાલય, વડોદરા (ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ,વડોદરા)માં પણ આજે એટલે તા. 29 ઓક્ટોબરને મંગળવાર, ધનતેરસ થી તા. 03નવેમ્બર ને રવિવારે ભાઇબીજ સુધી રજા રહેશે તથા 04થી નવેમ્બર ને સોમવારથી કોર્ટ રાબેતામુજબ શરૂ થશે. જો કે કોર્ટમાં દિવાળીના મિનિ વેકેશન દરમિયાન ઇમરજન્સી અને આવશ્યક ફોજદારી કેસોમાં જેવા કે, બહાર ગામથી પોલીસ જાપ્તા સાથે તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવતા આરોપીઓ અથવાતો અટકાયતી કેસો અંગે વકીલો તથા અસીલોને હાલાકી ન પડે તથા વહિવટી કાર્ય સારી રીતે ચાલે તે માટે વડોદરા શહેરમાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટ, જુવેનાઇલ જસ્ટિસ હાજર રહેશે ચાર્જમાં રહેશે અને વેકેશન દરમિયાન પણ જરૂરી હશે તે કેસની સુનવણી હાથ ધરવામાં આવશે.આ અંગે બરોડા બાર કાઉન્સિલના સેક્રેટરી રિતેશ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.
દિવાળી વેકેશન દરમિયાન ઓફીસ ચાર્જ..
તારીખ. જજનુ નામ. સંપર્ક નં.
29-10-2024 મંગળવાર એસ.જી.દુર્ગે -9228135335
30-10-2024 બુધવાર હિરેન આર કાછીયા- 8980442503
31-10-2024 ગુરુવાર એસ.એમ.પુરાણી -9998008531
01-11-2024 શુક્રવાર શેખ શબ્બર શબ્બીરહુસૈન – 8000611732
02-11-2024 શનિવાર શેખ શબ્બર શબ્બીરહુસૈન – 8000611732
03-11-2024 રવિવાર શેખ શબ્બર શબ્બીરહુસૈન – 8000611732