Vadodara

વડોદરા: કોયલીની કંપનીમાંથી રૂ.3.43 લાખના મટીરીયલની ચોરી કરનાર બે ચોર ઝડપાયા…

વડોદરા તા.18
કોયલી ખાતે એન્જીનિયરીંગ કંપનીની જગ્યામાં રાખેલા લાખો રૂપીયાના મટીરીયલ્સની ચોરી કરનાર બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલો 47 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. 10 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના સમયે સાગરિતો સાથે મળી 3.43 લાખના સામાન્યની ચોરી કરી હોવાની આરોપીઓએ કબૂલાત કરતા બંને આરોપીને આગળની કાર્યવાહી માટે જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને 17 ઓક્ટોબર ના રોજ રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમ્યાન બાતમી મળી હતી કે કોયલી ખાતેની એન્જિનિયરિંગ કંપનીમાંથી મટીરીયલ્સની ચોરી કરનાર બે શખ્સો ચોરી કરેલો મુદ્દામાલ વેચવા માટે ખાસવાડી સ્મશાન રોડ પર ફરી રહયા છે.જેના આધારે ટીમે તાત્કાલિક જ બાતમીવાળી જગ્યા ખાસવાડી સ્મશાન રોડ ખાતે જઇ તપાસ કરી બે ચોર ખેર ઉર્ફે બજરંગી મોહન ભારથી ( રહે.ગામ કોયલી વિહાર સોસાયટી વડોદરા મુળ યુ.પી.) તથા સતીષ કનુ ચૌહાણ (રહે.વચલુ ફળીયુ ઇંદીરાનગર કોયલી વડોદરા)ને શંકાસ્પદ લોખંડની ધાતુના વાલ્વ નંગ-2 કિં.રૂ.16 હજાર તથા એસ.એસ. સ્ટીલ ધાતુના અલગ અલગ સાઇઝના ફ્લેન્ચ નંગ-9 કિ.રૂ. 31 હજાર મળી કુલ રૂ. 47 હજારના મુદ્દા માલ સાથે બંનેની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીની પુછપરછ બન્નેએ તેઓના અન્ય એક સાગરીત સાથે મળી કોયલી ખાતે આવેલા મેઘા એંજીનીયરીંગ કંપનીની ખુલ્લી જગ્યામાંથી આજથી આશરે દોઢ માસ પહેલા જુદા-જુદા મટીરીયલ્સની ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલા મુદ્દામાલ ચોરીમાં ગયેલા મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ હોવાનુ જણાઈ આવ્યું હતુ. આ ચોરી બાબતે ખાત્રી કરતાં કોયલી ખાતેની મેઘા એંજીનીયરીંગ કંપનીની ખુલ્લી જગ્યામાંથી 10 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે વિવિધ મટીરીયલ મળી રૂ.3.43 લાકનો મુદ્દામાલ ચોરીમાં ગયેલાની કબુલાત કરી હતી. ચોરીનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હોય બન્ને આરોપીને મુદ્દામાં સાથે આગળની કાર્યવાહી માટે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top