Vadodara

વડોદરા : કોની અસ્થિ કોણ લઈ જશે અને કોણ વિસર્જન કરશે ? ખાસવાડી સ્મશાન ફરી વિવાદમાં


અંતિમક્રિયા કરવા માટે આવેલા મૃતકોના સ્વજનો લાકડા,ઘાસ, છાણા લાવી ચિતા જાતે તૈયાર કરવા મજબૂર :

મરણ પાવતી આપનાર કર્મચારીઓ નહીં હોવાથી મરણ દાખલો કેવી રીતે મળશે : સવાલો ઉઠ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ખાસ વાળી સ્મશાન ફરી વિવાદમાં આવ્યું છે. પ્રાથમિક સુવિધાના અભાવે ડાઘુઓને જાતે અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડી રહી છે. મૃતકના પરિવારજનોને જાતે જ લાકડા ઘાસ છાણા લાવવાની ફરજ પડી છે. એક સાથે પાંચથી વધુ મૃતદેહો અંતિમ વિધિ માટે આવતા પ્રાથમિક સુવિધાના અભાવે મૃતકના સ્વજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદી છે. જો કે આજે સવારે એક સાથે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં પાંચથી વધુ ડેથ બોડીઓ આવતા અફરાતફરી મચી ગઈ હતી. કોન્ટ્રાક્ટ નો એક પણ માણસ નહીં હોવાથી મૃતદેહ લઈને આવેલા ડાઘુઓને જાતે જ અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવી પડી હતી. લાકડા,ઘાંચ, છાણા આ તમામ વસ્તુઓ જાતે લાવીને ચિતા ગોઠવવાનો વારો આવ્યો હતો સ્મશાનના કોઈપણ કર્મચારી નહીં હોવાથી મૃતોકોના સ્વજનોને ઘણી હાલાકી બેઠી પડી છે બીજી તરફ મરણ પામતી આપનાર કોઈ નહિ હોવાથી મરણ દાખલો કેવી રીતે મળશે તેવા સવાલો મૃતકના સ્વજનોએ ઉઠાવ્યા હતા. અંતિમ ક્રિયા માટે આવેલા મૃતક ના સ્વજને જણાવ્યું હતું કે, સ્મશાનમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આજે આઠ બોડિઓ આવી છે. લાકડા જાતે લાવવાના, છાણા જાતે લાવવાના, પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે. કોઈ માણસ અહીંયા લખનાર પણ નથી નીચે ટ્રે પણ નથી. મહાનગર સેવા સદન નામ આપ્યું છે તો એનો મતલબ શું ? મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે અન્ય એક સેવાધારી ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવારના સાત વાગ્યાથી અહીંયા છે. અમારા એરિયામાં સેવાકાર્ય કરીએ છીએ જે પણ કોઈનો કોલ આવે એની માટે સ્મશાનમાં સેવા આપવા માટે આવીએ છીએ. આજે 15 વર્ષથી અમે રાબેતા મુજબ સેવા આપવા માટે આવીએ છીએ. આજે અમારા વિસ્તારમાંથી જ ત્રણ લોકોના અવસાન થયા. અહીંયા આવ્યા તો અમે જાતે જ લાકડા લઈને ભરીને લાવ્યો છે. જાતે ઠાલવીએ છીએ અને સરકારે જે આ લોકોને કોન્ટ્રાક્ટ સોપ્યો છે. અહીંયા કોન્ટ્રાક્ટના એક પણ માણસ છે નહીં. ચિતાની નીચે ટ્રે હોવી જોઈએ હવે એ ટ્રે જ નથી. એને શોધવા અમે ક્યાં જઈએ. અસ્થિ નીકળશે એ ક્યાં જશે અને કોની અસ્થિ કોણ લઈને કોણ વિસર્જન કરશે. એની પણ કોઈ વ્યવસ્થા નથી. માણસનો દાખલો નોંધવા માટે મરણ દાખલા માટે અહીંનો લેટર જરૂરી હોય છે. જે અહીંયા થી ચોપડામાંથી ફોટો પાડીને લઈ જતા હતા એ વ્યવસ્થા નથી. અમારે મરણ દાખલા માટે પણ ખૂબ જ ધક્કા ખાવા પડશે. આ ઘોર તંત્ર છે આપણા વડોદરા શહેરનું.

Most Popular

To Top