નિંભર સરકારી તંત્રનાં પાપે નર્કાગાર જેવી સ્થિતિ
ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રસ્ત, રોગચાળાનો ભય
વડોદરા:;વડોદરા શહેરમાં છેલ્લા એકાદ વર્ષ થી ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોના દુષિત પાણીથી ત્રસ્ત અનેક વિસ્તારોમાં વોર્ડ માં લતાવાસીઓ સહિત રાહદારી વર્ગમાં ભારે રોષ પ્રવર્તે છે. છેલ્લા એકાદ વર્ષમાં અનેક રજૂઆત છતાં સ્થાનિક જુદા જુદા જવાબદાર તંત્રો પોતાની જવાબદારીમાંથી છટકવા એક બીજાના હવાલા આપી રહ્યા છે અને ઉભરાતી ગટરોના પ્રર્શ્ન ઉકેલવાના બદલે વધુને વધુ ગુંચવાઈ રહ્યો છે.

ઉભરાતી ગટર ના પાણી રોડ પર ફેલાતા આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે
વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પર છેલ્લા એક મહિનાથી ગટરનું પાણી મુખ્ય માર્ગ પર ઉભરાય છે અને દુર્ગંધ ફેલાવી રહ્યું છે. પરિસ્થિતિ વધુને વધુ જોખમી બની છે. રસ્તા પર ફેલાયેલા ગંદા પાણીને કારણે અનેક ટુ-વ્હીલર સ્લીપ થઇ જવા પામ્યા હતા. એને કારણે લોકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે. વિસ્તારમાં રહેતા રહીશોમાં બીમારી ફેલાઈ રહી છે.

પાલિકામાં અનેકવાર ફરિયાદ કરી છે. સાથે સાથે સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકાને વારંવાર ફરિયાદ કરવા છતાં, કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેઓનું કહેવું છે કે દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની ચિંતા ફેલાઈ છે. વિસ્તારના રહેવાસીઓ રોષથી ભડકી રહ્યા છે, આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરી રહ્યા છે.
અધિકારીઓ તરફથી પ્રતિભાવના અભાવે શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માળખા અંગે ચિંતાઓ ઉભી થઈ છે. પરિસ્થિતિ કાબુ બહાર જતા, અધિકારીઓને નિર્ણાયક પગલાં લેતા અને વિસ્તારમાં સલામતી અને સ્વચ્છતા ને લઈ કેટલી ગંભીરતા છે તે જોવાનું રહ્યું . લોકોનું કહેવુ છે કે તાત્કાલિક ગટર સાફ કરી ઉભરાતું ગટરનું પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. અવાર નવાર ઉભરાતી ગટરના પાણીથી અવર જવર કરનાર લોકોને અને વિસ્તારના લોકો ને તકલીફોનો સામનો કરવો પડે છે.
વર્ષો જૂની ભૂગર્ભ ગટર લાઇન હોવાના કારણે બેસી જવાથી પાણી બહાર આવે છે

સ્થાનિક કાન્હા ભાઈએ કહ્યું કે, શહેરના અતિ વ્યસ્ત એવા કોઠી ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લા એક વર્ષ થી વર્ષો જૂની ભૂગર્ભ ગટર લાઇન હોવાના કારણે ગટર લાઈન બેસી જવાથી ગટર ઉભરાઈ જાય છે અને ગંદુ ગટર નું દુર્ગંધ મારતું પાણી બહાર રોડ પર ફેલાઈ રહ્યું છે. મહાનગરપાલિકા તંત્ર ને ઉભરાતી ગટરના કારણે ફરિયાદ કરી હોવા છતા અધિકારીઓ સાંભળતા નથી. કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે આખાય વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે ફરિયાદ કરીએ ત્યારે પાલિકા ના અધિકારીઓ આવે અને જોઈ ને જતા રહે છે . પરંતુ આજ દિન સુધી સમસ્યા નું નિરાકરણ લેવાયું નથી.
છેલ્લા એકાદ વર્ષ થી ભૂગર્ભ ગટર સફાઈ અંગે કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
પાલિકા પોતાની જવાબદારીમાંથી છટકવા માગતી હોય તેમ દેખાઈ આવે છે

વિપુલભાઈ પ્રજાપતિ કહે છે કે પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની નિગરાની હેઠળ શહેરમાં કરોડો ઉપરાંતના ખર્ચની યોજના પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં હાલ પાલિકા પોતાની જવાબદારીમાંથી છટકવા માગતી હોય તેમ દેખાઈ આવે છે. જ્યારે સ્થાનિકો ફરિયાદ કરવા જાય ત્યારે પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડમાંથી અરજદારોને જણાવવામાં આવે છે કે માણસો લાઈન પર છે એ બીજા વિસ્તાર નું કામ પતે એટલે આવશે.
માખી મચ્છરના ઉપદ્રવ વધ્યા છે, તેથી બીમારી વધી

સ્થાનિક વેપારી ચંદ્રકાંત ભાઈ દરજી જણાવે છે કે કોઠી વિસ્તારમાં છેલ્લા ગણા સમય થી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. માખી મચ્છરના ઉપદ્રવ વધ્યા છે. ડેન્ગ્યુ મેલેરિયાની જીવલેણ બીમારી માથું ઉચકી રહી છે. ત્યારે નગરજનો વોર્ડ ઓફિસ અને પાલિકાની મુખ્ય વડી કચેરી આમ બંને કચરી વચ્ચે પીસાઈ રહ્યા છે અને અધિકારી વર્ગના ઉડાવ જવાબોથી જનતા ત્રસ્ત બની છે. સાથો સાથ ભારતના વડાપ્રધાનનું સ્વચ્છતા મિશન સરકારી બાબુના કારણે મજાક બની રહ્યું છે. ભૂગર્ભ ગટર મુદ્દે યુદ્ધના ધોરણે બંને તંત્ર અને સરકારી બાબુ દ્વારા યોગ્ય કરવામાં નહી આવે તો અને તમામ લોકો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરશે
માત્ર સળિયા નાખી ઉપાય કરો તે નહીં ચાલે

સ્થાનિક રહીશ દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે , સ્થાનિક કાઉન્સિલર જાગૃતીબેન કાકાને પણ વારંવાર ફરિયાદો કરી છે પાલિકા તંત્રને પણ જાણ કરી છે. વોર્ડ ઓફિસે પણ જાણ કરી છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી અને સવાર સાંજ રોજ ઉભરાતી ગટરના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ જાય છે. ઉભરાતી ગટર ના પાણી મુખ્ય માર્ગ પર ફેલાઈ જાય છે જેના કારણે દ્વિચક્રી વાહનો સ્લિપ થઈ જાય છે અને વાહક ચાલક જમીન પર પટાકાય છે અને ઇજાઓ પણ થાય છે .તેમ છતાં તંત્ર નીંદ્રાધીન બની બેસી રહે છે. જ્યારે વિસ્તારના લોકો પાલિકાની મુખ્ય કચેરીએ જઈ હલ્લાબોલ કરે ત્યારે માલિક આ તંત્ર માણસોને મોકલે છે. સળિયાઓ નાખી ચલાવી કામગીરી કરીને જતા રહે છે. ત્યારબાદ પરિસ્થિતિ જેસે થે જેવી થઈ જાય છે પરંતુ કાયમનો નિકાલ નથી લાવી શકતો. તમારી માંગ છે તાત્કાલિક ધોરણે સ્થાનિક કોર્પોરેટર વોર્ડ ઓફિસના અધિકારી અને પાલિકાના અધિકારી આ સમસ્યાનું સમાધાન કરી આપે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
