Vadodara

વડોદરા: કોટણા ગામે ગેરકાયદે લીઝ ધારકો દ્વારા રિપોર્ટર અને કેમેરામેન પર જીવલેણ હુમલો

ગેરકાયદે ચાલતા રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરી પરત જતા બંનેને 20 થી 25 લોકોના ટોળાંએ ઘેરા બાદ માર માર્યો.

ફરીથી શૂટિંગ કરવા આવ્યા છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી, ઇજાગ્રસ્તોને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા
કોટણા ગામ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદે ખનીજ માફિયા દ્વારા કરાઈ રહ્યું છે. જેથી રેતી ખનન નું લાઈવ પ્રસારણ કરવા માટે ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદે લીઝ ધારકોના 20 થી 25 લોકોના દ્વારા મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો. ઉપરાંત ફરીથી અહીંયા વિડીયો શુટીંગ કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે. નંદેસરી પોલીસે ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેર નજીક આવેલા કોટડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદે લીઝધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લીજ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ક્યારે બુધવાર ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટડા ખાતે ચાલતા ગેરકાયદે રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વીડિયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન લીઝધારકો નું 20થી 25 લોકોનું ટોળુ લાકડીઓ, લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરાયો હતો. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નંદેસરી પોલીસે અને કેમેરા ફરિયાદ નોંધાવી હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખ થયો છે કે કેમેરામેન અને રિપોર્ટર પર થયેલા હુમલાબાદ ખાણ ખાણી વિભાગ દ્વારા ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજ માપ્યાઓ સામે કડક કાર્ય કરે છે કે નહીં તે જોવું રહ્યું.

Most Popular

To Top