વિચારશક્તિના અભાવે 30 મીટરનો રોડ નહિ બનાવતા ક્રિકેટ રસિકો ઈન્ટરનેશનલ મેચથી વંચિત
નવો રોડ બનાવવા માટે આશરે 20 થી 30 કરોડનો વધુ ખર્ચ કરવો પડશે તેવી શકયતા
બીસીએના વહીવટી તંત્રમાં વિચાર શક્તિના અભાવે કોટંબી ખાતે કરોડોના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમતો બનાવી દીધું પણ રસ્તો બનાવાનું ભાન ભૂલી જતા સ્ટેડિયમ ખાતે ઈન્ટરનેશનલ કે આઈપીએલ મેચ નહિ રમાય. નિયમ મુજબ 30 મીટરનો સ્ટેડિયમ સુધી પહોંચવા માટે સ્ટાન્ડર્ડ રોડ હોવો જોઈએ. જે બનાવ્યો નથી હવે એ બનાવવા માટે જમીનના ટુકડા ખરીદવા પડશે અને રોડ પાછળ BCAને આશરે 20 થી 30 કરોડ જેટલો ખર્ચો કરવો પડશે.
કોટંબી ખાતે BCAનું ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર થઈ ગયું છે. પણ હાલ શોભાના ગાંઠિયા સમાન કહી શકાય.આ વખતે અહીં ઈન્ટરનેશનલ કે આઈપીએલ મેચ રમાવી જોઈતી હતી. જે નહિ રમાવવાનું કારણ એ છે કે સ્ટેડિયમ તો બનાવી દીધું પણ સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ક્રિકેટ રોડ જે નિયમ મુજબ જોઈએ એ રોડ જ નથી. હાલમાં જે રોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ વપરાશ પૂરતો રોડ છે. સરકારનો નિયમ છે કે 30 મીટરનો રોડ જોઈએ.જેના કારણે 30 થી 40 હજાર પ્રેક્ષકો આવે અને સ્ટેડિયમમાંથી બહાર નીકળે. સ્ટાન્ડર્ડ 30 મીટરનો રોડ જોઈતો હોય છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, જ્યારે કોટંબી સ્ટેડિયમ બનાવવા માટે જમીન લીધી ત્યારે બીસીએના પ્રમુખ એસોસિએશનના સભ્યો વિચાર ન કર્યો ? એની પાછળનું કારણ શું ? હાલ જે રોડ બીસીએ સ્ટેડિયમ સુધી અંદર જઈ રહ્યો છે તે કન્સ્ટ્રક્શન રોડ છે સ્ટેડિયમ જ્યારે લીધું 54 વીઘા જમીનમાં સ્ટેડિયમ ઉભું કર્યું અંદાજિત 200 થી 215 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું. જેમાં 35 થી 40 હજાર લોકો બેસી શકે તેટલી આ સ્ટેડિયમની ક્ષમતા છે. હાલ BCA માટે સમસ્યા એ ઊભી થઈ છે કે જે 30 મીટર નો રોડ બનાવવાનો છે તેની માટે બે લાખ સ્ક્વેર ફૂટની જગ્યા ની જરૂર પડી છે અને એની માટે અલગ અલગ જમીનોના ટુકડા ખરીદવા પડશે, પણ મહત્વની બાબત એ છે કે તમે જ્યારે સ્ટેડિયમ બનાવ્યું ત્યારે વિચાર કેમ ન કર્યો કે અંદર જઈશુ કેવી રીતે. હાલ કન્સ્ટ્રક્શન માટે ટ્રક લઈ જવા માટે જે રોડ છે તેની પર તમે ડામર નાખ્યો પણ જ્યારે ઈન્ટરનેશનલ મેચ થાય ત્યારે 30 થી 40 હજાર લોકો આવશે એમની માટે રોડ જોઈશે તો આ કેવી રીતે બનશે, ક્યાંથી બનશે, કેવી રીતે બનાવીશું તે વખતે કોઈએ આનો વિચાર કર્યો નહીં સ્ટેડિયમ આખું સવા બસો કરોડનું ઉભું કરી દીધું પણ અંદર કેવી રીતે જશો. જવા માટે રોડ જ નથી. હાલ આ નવા રોડ માટે જમીન લેવાની છે. ૩૦ મીટરના રોડ માટે બે લાખ સ્ક્વેર ફૂટ એના માટે પાછું બીસીએને મોટું ભારણ પડશે. અંદાજીત 20 થી 30 કરોડ રૂપિયા રોડ પાછળ ખર્ચવા પડશે. જે ખૂબ જ મોટો ખર્ચો કહી શકાય. કારણ કે આઠ થી નવ વર્ષ પહેલાં જ્યારે આ જમીન ખરીદ કરવામાં આવી ત્યારે રોડ બનાવવા માટેનો વિચાર કરવામાં આવ્યો ન હતો. હવે રોડ બનાવવા માટે જમીન ખરીદવી પડશે. એમાં પણ પાછી મોટી સમસ્યા ઊભી થશે. કારણકે જમીનના માલિકો પણ ઘણા બધા છે. એટલે હવે બીસીએ ઘણા મહિનાથી સરકાર સમક્ષ પહોંચ્યું છે. કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે કે જમીન ખરીદી આપો. જેથી અમે વહેલી તકે રોડ બનાવી દઈએ, પણ કેન્દ્ર સરકારે હજી સુધી લીલી ઝંડી આપી નથી. એટલે હવામાં હવાતિયાં કરવામાં આવી રહ્યા છે. કૂવામાં નથી ત્યારે હવાડામાં ક્યાંથી આવે વહીવટી તંત્રમાં જ્યારે વિચાર શક્તિ જ નથી ત્યારે ક્રિકેટ પ્રેમીઓને ઈન્ટરનેશનલ અને આઈપીએલ મેચથી થી વંચિત રહેવું પડ્યું છે.
વર્ષ 2025માં પણ ઈન્ટરનેશનલ મેચ નહિ રમાવાની શક્યતા :
આવતા વર્ષે પણ મેચ રમાવવાની શકયતા છે. કારણ કે હાલ જૂન સુધી ચૂંટણીના કાર્યક્રમો ચાલશે. પછી જો કેન્દ્ર સરકાર કઈ રસ દાખવશે જમીન ખરીદી માટે તો કાંઈ થઈ શકે. આમાં પણ બે ત્રણ મહિના નીકળી જશે. હવે ઓગસ્ટ થી સપ્ટેમ્બરનું બીસીસીઆઈનું આવતા વર્ષનું કેલેન્ડર બની જાય છે. ત્યાં સુધી બીસીસીઆઈને જણાવ્યું ન હોય કે સ્ટેડિયમ નો 30 મીટર નો રોડ બનીને તૈયાર છે. તો મેચ એલોટ નહીં થાય. એટલે આવતા વર્ષે પણ શક્યતા ઓછી છે. જેના કારણે સ્ટેડિયમ માત્ર ખાલી ખમ એમને એમ ઉભું રહેશે. આ વર્ષે પણ મેચ નહીં આવે અને આવતા વર્ષે પણ અહીંયા મેચો નહીં આવે તેવી શક્યતા છે.