પ્રતિનિધિ વડોદરા તા.21
વડોદરા શહેરમાં રહેતી યુવતીના ન્યૂડ ફોટા તથા વીડિયો ફેક આઇડી બનાવીને સમાજમાં બદનામ કરવા માટે વાઈરલ કરી નાખ્યા હતા.ત્યારે થોડા સમય પહેલા તેમના ઘર સામે રહેવા આવેલા યુવકને વીડિયો આપ્યા હતા. પરંતુ ત્યારબાદ તે ગાયબ થઇ જતા સંબંધ તોડી નાખ્યા હતા. ત્યારબાદ ફરી યુવકે તેને ફોન કરી સંબંધ રાખવા કહેતા યુવતીએ ના પાડી હતી જેથી યુવકે રીસ રાખી તેના ફોટા વાઇરલ કર્યાની શંકાના આધારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં રહીને પ્રાઇવેટ નોકરી કરતી મહીલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેમની બેહનના સબંધીએ તેમના મોબાઇલ નંબર ઉપર ન્યુડ ફોટો અને વિડીયો મોકલ્યા હતા. ત્યારબાદ ફરીયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે આ વિડીયો આપણા કુટુંબીએ મને સોશિયલ મીડિયા જ પર મોકલ્યા છે. આ વિડીયો અને ફોટો તેઓના આઇડી ઉપર એક અજાણી આઇ.ડી ઉપરથી મેસેજમા મોકલ્યા છે. આ અજાણ્યા સોશિયલ મીડિયા આઈડી ધારકે આપણા કુટુંબી સાથે ચેટ દરમિયાન વાત કરતી વખતે આપ્યા હતા. જે મોબાઈલ નંબર વીડિયો અને ફોટા આવ્યા હતા તે નંબર પર ફોન કરતા ઉપાડયો ન હતો. યુવતીએ જણાવ્યું હતું કે આઠેક વર્ષ પહેલા અમારી સામેના મકાનમાં રહેતા એક યુવક સાથે મારે મિત્રતા હતી અને તે દરમ્યાન મારા ન્યુડ વિડીયો અને ફોટો તેઓને મોબાઇલ પરથી તેના પર મોકલ્યા હતા. તેના થોડા સમયબાદ આ છોકરો મકાન ખાલી કરી ક્યાંક જતો રહ્યો અને અમારી મિત્રતાનો અંત આવી ગયો હતો. ત્યારબાદ આજથી એકાદ વર્ષ પહેલા તે છોકરો મને ફરીથી મારા ફોન પર ફોન મિત્રતા રાખવા માટે જણાવ્યું હતું. પરંતુ મે ના પાડી ફોન કરવાની પણ મનાઇ કરી હતી. જેથી આ છોકરાએ મારા ન્યુડ ફોટા અને વિડિયોનો દુર ઉપયોગ કરીને સમાજમા મારુ નામ બદનામ કરવાના ઈરાદે ફેક આઇડી બનાવી તેમા મારા ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કર્યા હોવાની મને શંકા છે.