Vadodara

વડોદરા: કોંગ્રેસ ગુરુવારે જન આક્રોશ રેલી કાઢી પૂરગ્રસ્ત લોકો માટે સહાય માગશે



વડોદરા શહેરમાં પુરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું તેનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ત્રણ દિવસ પહેલા કલેકટર કચેરીએ મહિલાઓને લઈને ગયા હતા. આર્થિક સહાયથી વડોદરાના ઘણા લોકો વંચિત રહ્યા છે. સભ્ય બનાવવા માટે ઘરે ઘરે ભાજપ ના લોકો જાય છે પરંતુ કીટ આપવામાં આવી નથી. મદદ તો લાવ્યા નહિ અને હવે સભ્ય બનાવવા ભાજપ આગેવાનો નીકળ્યા છે. સહી ઝુંબેશ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આગામી ૧૨ તારીખે જન આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુકુલ વાસનિક , શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ સયાજી નગર ગૃહ ખાતે આવશે અને રેલી સાથે કલેકટર કચેરીએ જશે. પુર અસરગ્રસ્તો ને સહાય વિતરણ કરવામાં આવી નથી તેને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવશે. ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા તેના માટે પણ ૨૫ લાખની માંગણી કરી હતી તે પણ અપાઈ નથી. એતો છોડો તેમના પરિવાર ને કોઈ ભાજપ ના અધિકારીઓ મળવા નથી ગયા. મુખ્યમંત્રી આવ્યા, ગૃહ રાજ્યમંત્રી આવ્યા પરંતુ કોઈ સહાય કરવામાં આવી નથી. ઠેર ઠેર વડોદરા શહેરમાં બેનરો લાગ્યા છે . અનેક મંડળો એ ભાજપ ના નગરસેવકો ને પ્રવેશ બંધી લગાવી છે.

Most Popular

To Top