Video

વડોદરા: કેનેડાના વિઝા બનાવી આપવાનું કહીને મહિલા શિક્ષક સાથે રુ.22.42 લાખની ઠગાઈ કરનાર દંપતી ઝડપાયું

ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના બારેજા ખાતેથી પતિ-પત્નીને દબોચી હરણી પોલીસને સોપ્યા

પ્રતિનિધિ વડોદરા તા. 17
વડોદરાના વીઆઈપી રોડ પર રહેતા મહિલા શિક્ષકના પુત્રને કેનેડાના વિઝા બનાવી આપવાનું કહીને અમદાવાદના દંપતીએ 22.42 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. ત્યારે છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા ઠગ દંપતીને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના બારેજા ખાતેથી ઝડપી પાડ્યા છે. પતિ પત્નીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
વડોદરા શહેરના વીઆઈપી રોડ પર સુન્દરમ પાર્કમાં રહેતા અને પોદાર વર્લ્ડ સ્કૂલના શિક્ષક ખુશ્બુબેન હિમાંશુભાઈ શુક્લાના પુત્ર નીસર્ગ શુક્લા કેનેડા સ્ટુર્ડન્ટ વીઝા આધારે ભણવા માટે મોકલવાનુ નક્કી કર્યું હતું. જેથી મહિલા શિક્ષક આમંત્રણ વિઝા કન્સલટીંગ ના વહીવટ કર્તા હીતેશ નગીન પટેલ તથા તેમના પત્ની શિવાંગી પટેલ નીસર્ગ માટે કેનેડા ના સ્ટુડન્ટ વિઝાનુ કામ કરાવી આપવા માટે રૂપીયા 28.72 લાખ પડાવ્યા હતા. પરંતુ દંપતિએ વિઝા કરાવી આપ્યા ન હતા શિક્ષકે તેમની પાસે રૂપિયા પરત માંગતા માત્ર ચાર લાખ પર 22,000 પરત આપ્યા હતા. જ્યારે બાવી પણ 22.42 લાખ પરત નહીં આપતા છેતરપિંડીની મહિલા શિક્ષકે અન્ય પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ છેલ્લા મહિનાઓથી દંપતી નાસ્તું ફરતું હતું. જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ શોધખોળ કરાઇ રહી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે મહિલા શિક્ષક સાથે 22.42 લાખની ઠગાઈ કરનાર દંપતી અમદાવાદના બારેજા ખાતે વસવાટ કરી રહ્યું છે. જેથી મહિલા કર્મચારીઓને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ અમદાવાદના બારેજા ખાતે પહોંચીને ગઈ હતી અને હિતેશ શુક્લા તથા તેની પત્ની શિવાંગી શુક્લાને ઝડપી પાડ્યા હતા. વડોદરા લાવ્યા બાદ દંપતિને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top