માંજલપુર વિસ્તારમાં રહેતા જમીન દલાલ અને તેમના પરિવારના સભ્યોના કેનેડાના પીઆર વિઝા બનાવી આપવાનું કહી અમદાવાદના એજન્ટે રૂ. 40 લાખ પડાવી લીધા હતા. તેણે વર્ષ 2019થી અત્યાર સુધી એજન્ટે વિઝા બનાવી આપ્યા નથી કે ચૂકવેલા રૂપિયા પરત આપી દેવા વારંવાર માંગણી કરી હોવા છતાં આપતો નથી. જેથી જમીન દલાલે એજન્ટ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મોનાલી પાર્ક સોસાયટીમાં રહેતી સ્નેહલ જયંતીભાઈ પટેલ જમીન લે-વેચનું કામ કરે છે. તેઓએ વર્ષ 2019માં ફેમીલી સાથે કેનેડા ખાતે ધંધા માટે જવાનું નક્કી કર્યું હોય તેમના ઓળખીતા તપન કિરીટભાઈ જોષી (રહે.અમદાવાદ)ને વાત કરી હતી. જેથી કેનેડાના પીઆર વીઝા અપાવવાનું અને કેનેડીયન ઇમીગ્રેશનના રજીસ્ટર્ડ ઈમીગ્રેશન વકીલ સાથે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. તમને પરિવાર સાથે કેનેડાના પી.આર, વિઝા કઢાવવા હોય તો રૂ.40 લાખ ખર્ચો થશે. જેથી સ્નેહલ પટેલ તથા તેમના પરીવારને કેનેડા ખાતે પીઆર પિઝાના આધારે જવું હોય એડવાન્સ ફી પેટે રૂ.7 લાખ ચેકથી તપન જોષીને ચૂકવ્યા હતા. પરંતુ કેનેડાના વિઝા આવ્યા ન હતા. જેથી તેઓએ તપન જોષીનો સંપર્ક કરતા તેઓએ કોવિડના કારણે વિઝા એપ્રુવલ થયા નથી તેવું જણાવ્યું હતું. તમારે મેડીકલ તથા બાયોમેટ્રીકસ કરાવવા માટે જવાનુ થશે તેમજ તમારો કેનેડીયન મેનીટોખા પ્રોવિનરન નોમીની પ્રોગ્રામ નામનો લેટર એપૂવલ થઇ ગયો છે જે લેટર મને મેઇલ કરી મોકલી આપ્યો હતો. કોવિડના લીધે બેંકીગ સિસ્ટમ બંધ હોય વિઝા થોડા સમયમાં આવી જશે.તમારે બાકીના પૈસા રોકડા આપવા પડશે. જેથી તેમણે બાકીના રૂ. 33 લાખ રોકડા તપન જોશીને આપી દીધા હતા. એજન્ટને પૂરેપૂરા 40 લાખ ચૂકવી દીધી હોવા છતાં તેઓએ કેનેડાના પીઆર વિઝા આજ દિન સુધી બનાવી આપ્યા નથી. તેઓ તપન જોશીને વિઝા ક્યારે આવશે તેમ પુછતાં તેઓ કોઇ સંતોષકારક જવાબ આપતાં નહિ આપી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી તેઓએ વિઝા માટે ચૂકવેલા રૂપિયા તપન જોશી પાસે પરત માંગ્યા હતા પરંતુ તેઓ રૂ. 40 લાખ પરત આપતા ન હતા કે વિઝા તૈયાર નહીં કરી આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી સ્નેહલ પટેલે તપન કિરીટ જોશી સામે ઠગાઈની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા: કેનેડાના વિઝા બનાવી આપવાના બહાને જમીન દલાલ સાથે રુ.40 લાખની ઠગાઈ
By
Posted on