( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેરના અંકોડીયા નર્મદા કેનાલ પાસે પોતાના પાલતુ શ્વાનને સાથે રાખીને વોક પણ નીકળેલા 51 વર્ષીય આધેડે પોતાના શ્વાનને બચાવવા પોતાનો જીવ ગુમાવી દીધો હતો.


પ્રાપ્ત માહિતી મુજબ દર્શન ક્લબ લાઇફ પાસે રહેતા ઉ.વ.51 રઘુનાથ પિલ્લે 51 અંકોડિયા નર્મદા કેનાલની બાજુની જગ્યામાં તેમના શ્વાન સાથે વોક પર નીકળ્યા હતા. દરમિયાન વોક કરતા કરતા તેમનો પાલતુ શ્વાન નર્મદા કેનાલમાં પડી જતા માલિક પોતે પોતાના શ્વાનને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી હતી. શ્વાન તો બચી ગયો હતો. પરંતુ, માલિકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર વિભાનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના મૃતદેહને બહાર કાઢી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્વાન પોતાના માલિકને વફાદાર હોય છે. પરંતુ આજેતો માલિકે પણ પોતાના પાલતુ શ્વાન પ્રત્યેની વફાદારી નિભાવી હતી. સમગ્ર મામલે તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.