Vadodara

વડોદરા : કુરિયરની ઓફિસમાં ચાલતું જુગારધામ ઝડપાયુ, 8 ખાનદાની નબીરાની ધરપકડ

પોલીસે થાર કાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત રૂ.14.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો


પ્રતિનિધિ વડોદરા તા.2
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે આવેલી કુરિયરની ઓફિસમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં કુરિયર ઓફિસના સંચાલક સહિત 8 ખાનદાની નબીરા ઝડપાઈ ગયા હતા. પોલીસે થાર કાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત રૂ.14.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હાલમાં આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય રોજ મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઈ રહ્યો છે. જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા સટોડીયાઓને તથા બુકીઓને પકડવા માટે સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે. દરમિયાન કારેલીબાગ પોલીસ 1 એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે પ્રમોદ ઉર્ફે પીન્ટુ મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલપંપની બાજુમાં બીએચ કોમ્પલેક્ષમાં આવેલા દેશ-વિદેશ કુરીયર સર્વિસ નામની દુકાન નંબર-8માં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જેના આધારે કારેલીબાગ પોલીસની ટીમે મુક્તાનંદ પાસેની ઓફિસમાં રેડ કરી હતી. ત્યારે ઓફિસમાંથી 8 જુગારી ઝડપાઈ ગયા હતા.

આ આઠ જુગારિયા ઝડપાયા

1.પ્રમોદ ઉર્ફે પીન્ટુ હસમુખ રાણા (રહે.આનંદનગર કારેલીબાગ વડોદરા),

2. વિજયસિંહ દિલીપસિંહ રાજપુત (રહે .નવીધરતી માળી મોહલ્લો ગોલવાડ નાગરવાડા કારેલીબાગ),

3. અમિશ મનહર શેઠ (રહે.પુષ્ટીધામ સોસાયટી ધ્વજ કોમ્પલેક્ષ પાછળ હરણી રોડ વડોદરા),

4. રાજુ જીવણ દેસાઈ (રહે. જલારામનગર-1 સાંઈબાબાના મંદિર પાસે કારેલીબાગ વડોદરા),

5. કુંજ ઠાકોર શાહ (રહે.સિધ્ધનાથ પાર્ક ખોડીયારનગર ચાર રસ્તા વડોદરા),

6.મૌલેશ નટવરલાલ જીંગર (રહે.૪૧૯, આનંદનગર કારેલીબાગ વડોદરા) ,

7.વિજય નટવર પરમાર (રહે. વાણીયા બ્રાહ્મણ શેરી મહાલક્ષ્મી મંદિર બાજુમાં છાણી વડોદરા)

8. મયુર મફત રાણા (રહે.વીરનગર સોસાયટી વી.આઈ.પી. રોડ વડોદરા)

આ મુદ્દામાલ કબ્જે લેવાયો

પોલીસે જુગારીયાઓની અંગ જડતી કરતા રૂપિયા 1.09 લાખ, દાવ પર લાગેલી રોકડ ₹17 હજાર, સાત મોબાઈલ રૂપિયા 1.02 લાખ, થાર કાર સહિત ત્રણ વાહનો રૂ.12.40 લાખ મળી રૂ.14.68 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top