ઘરવખરી સહિતનો સામાન વેરણ છેરણ કરી નાખ્યો, ગ્રામજનોએ પીછો કરવા છતાં લૂંટારુઓ હાથમાં ન આવ્યા, પોલીસ પણ દોડી આવી
વડોદરા તારીખ 17
વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામે લૂંટારુ ટોળકી એક ખુલ્લામાં ઘરમાં ત્રાટતી હતી અને ઘરવખરી સહિતનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. દરમિયાન યુવતીએ લૂંટારુરઓને પડકારતા તેના પર છરીથી હુમલો કરીને ભાગી ગયા હતા. બુમા બુમ થતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને લૂંટારો ઓનો પીછો કરવા છતાં તેઓ હાથમાં આવ્યા ન હતા. જરોદ પોલીસે ઘટના સ્થળે જઈ યુવતીને સારવાર કરાવ્યા બાદ તેની પૂછપરછ શરૂ કરી છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામે રહેતી યુવતી ઘરમાં 17 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે એકલી હતી. તે દરમિયાન તેના ઘરમાં ચોરી કરવાના ઇરાદે લૂંટારુ ટોળકી ત્રાટકી હતી અને ઘરવખરી સહિતનો સામાન વેરણ છેરણ કરી નાખ્યો હતો. દરમિયાન બાળકીએ ટોળકીને જોઈ જતા બુમરાણ મચાવતા યુવતી સાથે ઝપાઝપી કરીને ચોરી કરવા આવેલા લૂંટારુઓ ઊભી પૂછડીએ ભાગ્યા હતા. દરમિયાન છોકરી પર છરી વડે ચોર ટોળકી પૈકી એક શખ્સે હુમલો કર્યો હતો. ટોળકીને ભાગતી જોઈને ગ્રામજનો એ પણ તેમના પીછો કર્યો હતો પરંતુ તેઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જરોદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને લુઆરુઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેની પૂછપરછ શરૂ કરી હતી.