Vadodara

વડોદરા: કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરાઇ

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવ ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી

(પ્રતિનિધિ) વડોદરા તા.18ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણતાને આરે છે ત્યારે આજે શ્રાવણ વદ દશમ ને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનો શિવભક્તો ની દર્શન પૂજન માટે ભીડ જોવા મળી હતી અહીં મંદિરના પ્રાંગણમાં બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કરવામાં આવી હતી. જે શિવ ભક્તો બાર જ્યોતિર્લિંગના દર્શન માટે નથી જઈ શકતા તેઓ માટે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તો મંદિર ખાતે જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથ પૂજા અર્ચના કરી હતી.મંદિર પરિસરમાં આજે બાર જ્યોતિર્લિંગ ની પૂજા કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં શિવભક્તોએ અહીં પૂજા દર્શન કર્યા હતા.

Most Popular

To Top