Vadodara

વડોદરા : કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ રેલ્વે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો

વડોદરા તા.14

પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ધાડ, રેલ્વેની રાષ્ટ્રીય સંપતીની ચોરી, રાજ્ય સેવક ઉપર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી, પેસેન્જરના પર્સ તથા કિંમતી સર સામાનની ચોરી તથા સ્નેચિંગ, ગામાંસનો ગેરકાયદે જથ્થો સંગ્રહ તેમજ હેરાફેરી, દારૂ,નશીલા પદાર્થ ઢોરોની હેરાફેરી જેવા 31 ગુનાને અંજામ આપતી કુખ્યાત સિગ્નલ ફળીયા ગેન્ગના 6 સાગરીત વિરૂદ્ધ રેલવે પોલીસ દ્વારા ગુજસીટોકનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ હેઠળ વિવિધ ટ્રેનો દોડતી હોય છે. પરંતુ આ ટ્રેનોમાંથી ગઠીયાઓ મૂસાફરોના પર્સ અને કીમતી દાગીના સહિતની મતાની ચોરી કરતા હોય છે. ત્યારે પશ્ચિમ રેલવે એલસીબી પીઆઇ ટી.વી.પટેલ સહિતની ટીમ દ્વારા ભુતકાળમાં દાખલ થયેલા ગુનાઓ પૈકી ડીટેક્ટ થયેલા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક માહિતી એકઠી કરવામાં આવી હતી અને સંગઠિત ગુનાહિત ટોળકીની સંડોવણી અંગેની માહિતી એકત્રીત કરતા ગોધરા ખાતેની “સિગ્નલ ફળીયા ગેંગ’ નામની સંગઠીત ગેંગ દ્વારા પશ્ચિમ રેલ્વે વડોદરાના ગોધરા, આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન તથા આર.પી.એફ ગોધરા, દાહોદ, પ્રતાપનગર પોસ્ટ તથા આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ધાડ, રેલ્વેની રાષ્ટ્રીય સંપતીની ચોરી, રાજયસેવક ઉપર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી, પેસેજરના પર્સ તથા કિંમતી સર સામાનની ચોરી તથા સ્નેચિંગ, ગામાંસનો ગેરકાયદે જથ્થો સંગ્રહ તેમજ હેરાફેરી, દારૂ,નશીલા પદાર્થ ઢોરોની હેરાફેરી જેવા કુલ 31 ગુનાઓ આચરવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. સોરી જેવા ગુનામાં આરોપીઓ જામીન લઈને બહાર આવ્યા બાદ ફરી ગુનાને અંજામ આપતા હતા જેથી પોલીસ દ્વારા આ આરોપીઓ સંગઠિત ટોળકીના સુત્રધાર તથા સભ્યો વિરૂદ્ધ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 (G.C.T.O.C) ની કલમ 3 (1)(2), 3(2), ૩(4), મુજબ 10 ઓક્ટોબરના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ક્યાં આરોપી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

  • હસન ઉર્ફે ટકન સલીમ શેખ (રહે. સિંગલ ફળીયા, તલાવડી પાસે, ગોધરા, પંચમહાલ)
  • હુસેન સલીમ શેખ (રહે. સિંગલ ફળીયા, તલાવડી પાસે, ગોધરા, પંચમહાલ)
  • સુલતાન નિશાર ખાલપા (રહે. ઘાંચીભાઈના મકાનની સામે, ધંતીયા પ્લોટ, સિંગલ ફળીયા, ગોધરા, પંચમહાલ)
  • ઈમરાન નિશાર ખાલપા (રહે. ઘાંચીભાઈના મકાનની સામે, ધંતીયા પ્લોટ, સિંગલ ફળીયા, ગોધરા, પંચમહાલ)
  • ફરદીન ઈનાયતઅલી મકરાણી (રહે. મહંમદ અલી ધંતીયાના મકાનમાં ભાડેથી, અલી મસ્જીદ સામે, સિંગલ ફળીયા, ગોધરા, પંચમહાલ)
  • યાસીન સલીમ શેખ (રહે. સિંગલ ફળીયા, તલાવડી પાસે, ગોધરા, પંચમહાલ)

Most Popular

To Top