Vadodara

વડોદરા : કાસમઆલા ગેંગે સાગરીતો માટે વેપન ખરીદવાનું નક્કી કર્યું, પોલીસે પકડી લેતા પ્લાન ચોપટ થયો

પ્રતિનિધિ વડોદરા તા.3

બિચ્છુગેંગ બાદ અસ્તિત્વમાં આવેલી કાસમઆલા ગેંગના ગુંડાઓએ 164 જેટલા ગુના ધાકધમકી તથા ખંડણીના આચર્યા છે. ટોળકીના સાગરીતો યુપીના આગરામાં રિવોલ્વર ખરીદ કરી હતી. જેમાં પોલીસે 8 આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે બીજા પકડવાના બાકી છે. પાંચ આરોપીના 12 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. ટોળકી પાસેથી એક રિવોલ્વર તો હતી પરંતુ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર ધાક બેસાડવાના માટે અન્ય સાગરીતો માટે બીજા વેપન પણ ખરીદવાની તૈયારી કરાઇ હતી. પરંતુ પોલીસે પકડી લેતા તેમનો પ્લાન ચોપટ થયો છે. નહીતર આગામી દિવસોમાં કોઇ મોટી ઘટના સામે આવી હોત.  

વડોદરા શહેરમાં કાસમઆલા ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 164 ગુનાને અંજામ આપ્યો છે. ત્યારે કયા લોકોને ધાકધમકી આપીને તેમની પાસેથી સ્થાવર અને જંગમ મિલકત પચાવી પાડી કે ખરીદ કરી હોય કે પછી કે મસમોટી રકમ પણ ઉઘરાવી લીધી હોય તેની વિગતો હજુ સુધી પોલીસને જણાવી નથી. ત્યાર આરોપીઓ હજુ પણ અન્ય ગુનાઓ આચર્યા હોવાનું જણાવે છે. જેથી આગામી દિવસોમાં પોલીસ દ્વારા આવા ભોગ બનનાર લોકો મળીને તેમની પાસેથી માહિતી મેળવી આગળની કાર્યવાહી કરાશે. આટલી મોટી કાસમઆલા ગેંગ પાછળ રહીને કોણ કોણ આરોપીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેવા લોકોની માહિતી આરોપીઓએ હજુ સુધી જણાવી નથી. ત્યારે આ ગેંગને ચલાવવા પાછળના માસ્ટર માઇન્ડની ભુમિકા અદા કરનાર શખ્સોની ઉંડાણપુર્વક તપાસ કરાય ઘણી મોટું નેટવર્ક તથા ગેંગના કાળા ચિઠ્ઠાની એક ડાયરી સૌરાષ્ટ્રમાં આ ગેંગના એક સાગરીતના સંબંધીના ઘરે પીપડામાં સંતાડી છે. જો આ ડાયરી પોલીસના હાથમાં આવશે તો ટોળકી પાછળનો માસ્ટર માઇન્ડ છે કોણ છે તે પણ જાણી શકાશે. હજુ આ કાસમઆલા ગેંગ સાથે કોણ કોણ સંકળાયેલુ છે તેની તપાસ શરૂ કરાઇ છે. ડાયરી મળ્યા બાદ કોની પાસેથી મિલકતો તથા રૂપિયા ધમકી આપીને પડાવ્યાછે. કેટલા સાગરીતો ટોળકીમાં છે. તેની સઘળી હકીકત બહાર આવે છે. બીજી તરફ પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં ખંડણી માગવા માટે ઉપયોગમાં કરાયેલી રિવોલ્વર યુપીના આગરા શહેરમાં રહેતા શખ્સ પાસેથી લાવ્યા હતા. ત્યારે હજુ પણ ગેંગના સાગરીતો માટે અન્ય વેપનો ખરીદ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે પહેલા પોલીસે ટોળકીને પકડી પાડતા તેમના ખેલમાં ભંગ પડ્યો છે. ગુનામાં વપરાયેલી રિવોલ્વર વિરમગામ તરફ જવાના રસ્તા પર ગામડાના એક મકાનની પાછળ ખાડો ખોદીને સંતાડી છે. ત્યારે ગેંગના કાળા ચિઠ્ઠાની ડાયરી સૌરાષ્ટ્રમાં અને રિવોલ્વર વિરમગામમાં છુપાવી હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને વસ્તુ રિકવર કરવા માટે ટીમો બનાવીને ગેંગના સાગરીતો સાથે રાખી રવાના કરાશે.  

 ડાયરીના સૌરાષ્ટ્રમાં જેના ઘરમા સંતાડી છે તે મુખ્ય સુત્રધાર હુસેન સુન્નીનો સંબંધી હોવાની ચર્ચા !

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કાસમઆલા ગેંગ રીઢા આરોપી હુસેન સુન્ની દ્વારા ઉભી કરાઇ છે.જેમાં જેમાં સાગરીતો તરીકે પોતાના અન્ય ત્રણ બાઇઓને સામે કર્યા છે. જ્યારે બીજા માથાભારે અને ગુનાઇત ભુતકાળ ધરાવતા લોકોને ગેંગમાં સામેલ કર્યા છે. સૌરાષ્ટ્રમાં જેના ઘરમાં રહસ્યમ્ય ડાયરી સંતાડી છે તેમ પણ હુસેન સુન્નીનો સંબંધી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Most Popular

To Top