વડોદરા તારીખ 26
વડોદરાના કાલુપુરા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય કિન્નર પર કોઈ શખ્સ દ્વારા ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. લોહીલુહાણ કિન્નરને સારવાર માટે એસએસજીમાં ખસેડાયો હતો.
ગોરવા તથા નિઝામપુરા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરવા મુદ્દે બે અલગ અલગ કિન્નરોના જુથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને કિન્નરોનો સામસામે હુમલો પણ કરાયો હતો. જેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે વધુ એક કિન્નર પર હુમલો કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના કાલુપુરામાં રહેતા 20 વર્ષીય સીમરનકુંવર મહેરકુવર 26 નવેમ્બરના રોજ સવારે 8:45 વાગે બરોડા હાઇસ્કુલની બાજુમાં આવેલી ગલીમાં રિક્ષામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર અજાણ્યા યુવક ત્યાં ધસી આવ્યો હતો અને કિન્નર પર અચાનક ચાકુના ઘા મારવા લાગ્યો હતો. જેથી કિન્નરે બુમાબુમ કરતા હુમલાખોર સ્થળ પરથી ભાગી ગયો હતો. જેથી કિન્નરને ઇજા પહોચતા તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત કિન્નરે નવાપુરા પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી નવાપુરા પોલીસે હુમલાખોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.