અમદાવાદથી પત્નિ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી,વિપક્ષી નેતાને કરી રજૂઆત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ખુલ્લા કાસમા ગરકાવ થયેલા યુવકના પરિવારને 5 વર્ષ વીતી ગયા છતાં આજદિન સુધી સુધી પાલિકાએ સહાય આપી નથી. મૃતક યુવકની પત્નીએ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી વિપક્ષના નેતાને પાલિકા સહાય આપે તેવી રજૂઆત કરી હતી.
વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં રહેતા અને લસણનો વેપાર કરતા 29 વર્ષના મુકેશ પરમાર નું વર્ષ 2019 માં વરસાદી ગટરમાં તણાઈ જવાથી મોત નીપજ્યું હતું કાલુપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા યુવક મુકેશ પરમાર ગટરનું ઢાંકણું હટાવવા પહોંચ્યો હતો તે સમયે અચાનક પાણીના પ્રવાહમાં તણાઈ વરસાદી ગટરમાં ગાયબ થયો હતો. ઘટનાના પગલે તે સમયે સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ એ યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે દસ દિવસ બાદ મુકેશ પરમારનો મૃતદે મળી આવ્યો હતો. પત્ની અને એક પુત્ર અને પુત્રી સાથે રહેતા મુકેશનું અવસાન થતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. પાલિકાની ખુલ્લી ગટરમાં તણાઈ જવાથી મુકેશ પરમારના થયેલા અવસાન બાદ પાલિકા પરિવારને વળતર ચૂકવે તેવી માંગ ઉભી થઈ હતી. જોકે પાંચ વર્ષ બાદ પણ હજી પરિવારને પાલિકા તરફથી વળતર આપવામાં આવ્યું નથી. બે બાળકોનો ખર્ચ ઉપાડતી પત્ની દીપિકાબેન પરમાર સોમવારે પાલિકામાં પહોંચી મદદની ગુહાર લગાવી હતી. તેઓએ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને મળી પોતાની આપવીતી જણાવી હતી અને તંત્ર તેમને સહાય કરે તેવી માગ કરી હતી. મૃતક મુકેશ પરમારના પત્ની અમદાવાદથી વડોદરા પાલિકામાં સહાય માટે પહોંચ્યા હતા અને તેઓએ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે દીપિકાબેનને ન્યાય અપાવવા માટે રજૂઆત કરશે તેમ જણાવ્યું છે.