Vadodara

વડોદરા :કાર ભાડે લઇ ગયાં બાદ બારોબાર વેચી નાખનાર ઠગ ઝડપાયો…

ઝુમકાર એપ દ્વારા બુકિંગ કરેલી કરાવી ઠગ બે દિવસ માટે અમદાવાદથી ભાડે લઇ ગયો હતો. ત્યારબાદ કાર માલિકને પરત નહી કરીને બારોબાર સગેવગે કરીને ઠગાઇ આચરી હતી. ત્યારે કાર ઠગાઇ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશને જાણ કરાઇ છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજમહેલ રોડ પર લાલકોર્ટ પાસેથી એક શંકાસ્પદ તરીકે મોહમંદહુસેન ગુલામમોહમદ પઠાણ (રહે. તાંદલજા) ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેણે સાગરીતો સાથે મળીને ભાડેથી કાર ફેરવવા માટે લીધી હતી. ત્યારબાદ  આ કાર સગેવગ કરવાનું નક્કી કરી ઝુમકાર એપ દ્વારા અમદાવાદ ખાતે રહેતા માલિકની કાર 5 થી 7 નવેમ્બરના દરમિયાન  બે દિવસ માટે  બુક કરાવી હતી અને અમદાવાદથી મેળી મોહમંદહુસેન પઠાણ લઇ ગયો હતો પરંતુ નક્કી કરેલા સમય પસાર થઇ ગયો ગયો હોવા છતાં કાર પરત કરી ન હતી. મોહમંદહુસેનનો સંપર્ક કરતા તેણે ફોન કરી દીધો હતો આરોપીને વડોદરા ખાતેના મકાને તપાસ કરી હતી ત્યારે મળી આવ્યો ન હતો. કારમાં જીપીએસ સિસ્ટમ લગાવેલી હોય છેલ્લુ લોકેશન મધ્યપ્રદેશનના અલીરાજપુર જિલ્લાનું આવ્યું હતું. જેથી તપાસ કરતા કાર બારોબાર તેમની જાણ બહાર રૂ.12.50 લાખના કાર વગે કરી ઠગાઇ આચરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમદાવાદાના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ શરૂ કરાઇ છે.

Most Popular

To Top