Vadodara

વડોદરા : કાર છોડાવવા લાંચ માગનાર માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ ઝેડ એમ સિંધી સામે પાંચ વર્ષ પછી ગુનો દાખલ

વર્ષ 2019માં કબજે કરેલી બે કાર છોડાવવા માટે 30 હજારની લાંચ માંગી હતી

પ્રતિનિધિ વડોદરા તા. 8
વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં ઝહુરહુસેન મોટામિયા સિંધી પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન અરજદાર અને તેમના મિત્રોએ બે કાર ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ ભારે ફેરવવા લેનાર મિત્રએ તેમની બંને કાર અન્ય જગ્યા પર ગીરવે મૂકી દીધી હતી. જેથી અરજદારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને કાર પરત મેળવવા માટે અરજી આપેલ. આ ગાડીઓ લક્ષ્મીપુરા પોલીસે કબજે કરી હતી. જે બંને કાર શોધી કાઢીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. અરજદારે બંને કારને છોડાવવા માટે તત્કાલીન પીઆઈ ઝેડ. એમ. સિંધીએ અરજદાર પાસે તેઓના મિત્રોની બે ગાડીઓ છોડાવવા માટે એક ગાડીના રૂપિયા 15 હજાર લેખે બે ગાડીના રૂ.30 હજારની લાંચની માગણી કરી હતી. પરંતુ અરજદાર પીઆઈને લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓ વડોદરા એસીબીમાં 26 જુલાઈ 2019 ના રોજ ફરીયાદ આપી હતી. જેથી પી.આઈ.ને લાંચ લેતી વખતે રંગી હાથ ઝડપી પાડવા માટે એસીબીએ લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. પરંતુ એસીબી દ્વારા ટ્રેક ગોઠવાઈ હોવાનો તત્કાલીન પીઆઈ ને શક જતા અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારેલ ન હતી. જેથી લાંચનુ છટકું નિષ્ફળ રહ્યું હતું. રાજ્ય સેવક દ્વારા અરજદાર પાસે 30,000 રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું તપાસ દરમ્યાન મેળવેલા એફએસએલના પુરાવાઓ ઉપરથી સ્પષ્ટ થતું હતું. જેથી એસીબી દ્વારા તત્કાલીન પીઆઈ ઝેડ એમ સિંધીને લાંચ માંગી હોવાના ગુનામાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન પીઆઈ ઝેડ એમ સિંધી હાલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે.

Most Popular

To Top