બહારથી લોકોએ ધુમાડો નીકળતા જોઈ ફાયરબ્રિગેડને બોલાવી :
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી,લોકરોને નુકસાન :



( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરા મહાનગર પાલિકાના કારેલીબાગ સ્વિમિંગપુલ ખાતે આગનો બનાવ બન્યો હતો. સ્વિમિંગ પૂલમાં આવેલા બેબી ચેન્જિંગ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દરમિયાન સ્વિમિંગપુલમાં હાજર સિક્યુરિટી જવાન સહિતના કર્મચારીઓએ તાત્કાલિક દોડી આવી ફાયર એક્સ્ટિંગ્યુસર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે બહારથી પસાર થતા લોકોએ ફાયર બ્રિગેડને બોલાવી લીધી હતી.ફાયર બ્રિગેડના જવાનો એ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલ પાસેથી ધૂમાડા નીકળતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. ઘટનાને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સ્વિમિંગ પુલના ચેન્જિંગ રૂમાં આગ લાગવાના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ચેન્જિંગ રૂમના લોકરને નુકશાન પહોંચ્યું હોવાનું અનુમાન લગાવાયું હતું. સિક્યોરીટી જવાન શિવકુમારે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અમે સિલિન્ડરનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં સુધી આગ ફેલાઇ ગઇ. ધુમાડો નીકળતા જોઈ બહારથી લોકોએ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. બેબી ચેન્જિંગ રુમમાં શોર્ટ સર્કિટ થયું હતું. ઘટના સમયે ફિલ્ટર પ્લાન ચાલુ હોવાથી અમે રાઉન્ડમાં હતા. ચેન્જિંગ રૂમમાં લોકર સળગી ગયા છે.