Vadodara

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં ચેપીરોગ હોસ્પિટલ પાસે મસમોટો ભુવો પડ્યો

પ્રતિનિધિ વડોદરા તા.25

શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે એલ એન્ડ ટી સર્કલ બાદ કારેલીબાગ વિસ્તારમાં ચેપીરોગ હોસ્પિટલ પાસે પણ એક મસમોટો ભુવો પડતા પાલિકા દ્વારા પ્રીમોનશૂનની ખર્ચાયેલા કરોડો રૂપિયા પણ પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે.
વડોદરા શહેરમાં ગઈકાલે બુધવારના રોજ 12 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે કારણે ઘણા વિસ્તારો પાણીથી જળબંબાકાર બની ગયા હતા. કારણે પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે એલ એન્ડ ટી સર્કલ પાસે મસ મોટો ભુવો પડી ગયો હતો. ત્યારબાદ અનેક ભુવો કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરોગ હોસ્પિટલ પાસે પડ્યો છે. ત્યારે પાલિકા દ્વારા પ્રમોનશુનની કામગીરી પાછળ ખર્ચવામાં આવેલા પાંચ કરોડ જાણે પાણીમાં ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે હવે પાલિકા દ્વારા પડેલા ભુવા પર બે બેરિકેટ મૂકી કોઈ દુર્ઘટના ન સર્જાય તેની માટે કાર્યવાહી કરી રહી છે.

Most Popular

To Top