Vadodara

વડોદરા : કારેલીબાગ રાત્રીબજારમાં લઘુમતી કોમના ચાર શખ્સોએ આતંક મચાવ્યો, 1ની ધરપકડ, 3ની શોધખોળ

પાણીપુરી ખાઈ લીધા બાદ રૂપિયા નહીં આપી વેપારી સાથે દાદાગીરી કરવા લાગ્યા, ગલ્લામાંથી રૂ.700ની લૂંટ પણ કરી

અન્ય યુવકે રૂપિયા આપી દેવા માટે કહેતા તેના પર ધારિયાનો ઘા મારી હત્યાનો પ્રયાસ કરાયો

વડોદરા તા. 26
વડોદરા શહેરના કારેલીબાગ રાત્રી બજારમાં ફરીવાર કેટલાક માથાભારે તત્વો આતંક મચાવ્યો છે. લઘુમતી કોમના ચાર માથાભારે શખ્સોએ પાણીપુરી ખાધા બાદ ત્યાં રૂપિયા વેપારીને આપ્યા ન હતા અને ગલ્લામાંથી રૂ 700 ની લૂંટ ચલાવી તેની સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા. દરમિયાન અન્ય યુવકે તેમને રૂપિયા આપી દેવા માટે કહેતા ધારિયુ સહિતના હથિયારો લઈ આવી યુવક પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. હરણી પોલીસે હાફ મર્ડર અને રૂટ નો ગુનો નોંધી ચાર આરોપીઓ પૈકી એકને ઝડપી પાડ્યો છે જ્યારે અન્યને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના કારેલીબાગ રાત્રી બજારમાં ગઈકાલે રાત્રિના સમયે લઘુમતી કોમના ચાર જેટલા માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. પાણીપુરીના વેપારી ને ખાધા ñબાદ રૂપિયા આપ્યા ન હતા અને ગલ્લામાંથી પણ રૂ. 700 ની લૂંટ ચલાવી હતી. અન્ય નેપાળી યુવકે રૂપિયા આપી દેવા માટે કહેતા આ ચાર શખ્સોએ ધારિયુ, લાકડી અને હોકી સહિતના હિંસક હથિયારો વડે હિંસક હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાની જાન બચાવવા માટે યુવક આઈસ્ક્રીમની દુકાનમાં જતા આ માથાભારે શખ્સોએ દુકાનની પણ તોડફોડ કરી ઉધમ મચાવ્યુ હતું. હરણી પોલીસે લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચાર પૈકી એક શખ્સને ઝડપી પાડ્યો છે જ્યારે અન્યને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
25 ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની રાત્રિના સમયે વડોદરા શહેરના કારેલીબાગ રાત્રી બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો તહેવારની ઉજવણી કરવા માટે આવ્યા હતા. દરમિયાન ભાંડવાડા માટે તથા ડભોઇ રોડ ઉપર રહેતા ચાર જેટલા ચાર લઘુમતિકોમના શખ્સો પાણીપુરી ખાવા માટે આવ્યા હતા.પાણીપુરી તો ખાઈ લીધી હતી પરંતુ બાદ આ ચાર અસામાજિક તત્વોએ રૂપિયા આપવા માટે વેપારી સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા અને રૂપિયા પણ આપતા ન હતા જેnથી વેપારી વારંવાર પાણીપુરીના રૂપિયાની માંગણી કરતા આ ચાર શખ્સો તેની સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા અને તેના ગલ્લામાંથી રૂ 700 જેટલા કાઢી લઈને લૂંટ પણ ચલાવી હતી. દરમિયાન બાજુમાં ઉભેલા અન્ય એક નેપાળી યુવકે આપવા માટે કહ્યું હતું. ત્યારે આ શખ્સો જતા રહ્યા હતા પરંતુ મોડી રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ ધરીયું, લાકડી અને હોકી સહિતના હથિયારો સાથે ફરી ઘસી આવ્યા હતા અને નેપાળી યુવકને શોધતા હતા. દરમિયાન આ યુવક આઈસ્ક્રીમ ની દુકાન પાસે જોવા મળતા તેના પર ધારિયાથી હુમલો કર્યો હતો. ત્યારબાદ યુવક તેમના ચુંંગાલમાંથી છૂટીને દોડીને આઈસ્ક્રીમની દુકાનની અંદર જતો રહેતા આ માથાભારે લઘુમતી કોમના સખસોએ દુકાનની હથિયારોથી તોડફોડ કરી હતી. માથાભારે તત્વોએ મચાવેલા આતંકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચાર લઘુમતી કોમના આરોપીઓ પૈકી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્યની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top