
વડોદરા શહેરમાં આવેલા કમોસમી વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગ ઉપર ખાડા પડવા રોડ બેસી જવા,ભુવા પડવા સહિતના બનાવો બન્યા હતા.હાલ વરસાદ નથી ત્યારે રસ્તા ભીના થયા છે.ત્યારે ગુરુવારે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલો ડીજેનો આઇસર ટેમ્પો રોડ પર ખાડામાં ફસાઈ ગયો હતો. ડીજેના આઇસર ટેમ્પાનું પોણા ભાગનું ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું.