Vadodara

વડોદરા : કારેલીબાગ અમિતનગર નજીક પાયલ પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો CCTVમાં કેદ

ઈકો કારમાં તસ્કરો ચોરી કરવા આવ્યા અને રસોડામાં પ્લેટફોર્મના ડ્રોવરમાંથી ચણા ખાધા

NRIના બંધ મકાનને નિશાન બનાવી ઘર સામાન વેર વિખેર કર્યો

( પ્રતિનિધિ ) વડોદરા,તા.30

વડોદરામાં વરસાદી માહોલ ટાણે પોલીસના રાત્રી પેટ્રોલિંગના તસ્કરો લીરેલીરા ઉડાવતા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કારેલીબાગ પાયલ પાર્ક સોસાયટીના એનઆઇઆરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઈકો કારમાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. જોકે, તસ્કરોએ ઘરનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પરંતુ કંઈ પણ હાથ નહિ લાગતા ચોરીનો નિ:ષ્ફળ પ્રયાસ રહ્યો હતો.

વડોદરામાં કારેલીબાગ પોલીસની કામગીરી સામે તસ્કરોએ સવાલો ઉઠાવ્યા છે. કારેલીબાગ અમિત નગર નજીક પાયલ પાર્ક સોસાયટીમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. જોકે આ તસ્કરોના તરખાટથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. કારેલીબાગ વીઆઈપી રોડ બ્રાઇટ સ્ફુલ પાસે આવેલી પાયલ પાર્ક સોસાયટીમાં NRIના A-52 નંબરના મકાનમાં મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. આ તસ્કરો ઈકો કાર લઈને આવ્યા હતા. પહેલા સમગ્ર સોસાયટીમાં રેકી કરી બાદમાં NRI ના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા. જ્યાં તિજોરી ,કબાટ, લોકરનો સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. હાલ પરિવાર રહેતો નહિ હોવાથી તસ્કરોને કઈ પણ કિંમતી સર સામાન હાથ લાગ્યો ન હતો. જ્યારે રસોડાના પ્લેટફોર્મના ડ્રોવરમાંથી તસ્કરોએ ચણા ખાધા હતા. જ્યારે એક તસ્કર હાથમાં લાકડીનો દંડો લઈને ફરતા નજરે પડ્યો હતો. હાલ, તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યારે બનાવને લઈને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ પાયલ પાર્ક સોસાયટી ખાતે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top