એએચટીયુની ટીમની દુકાનમાં રેડ પાડી દુકાન માલીકની અટકાયત કરી
પ્રતિનિધિ વડોદરા તા.23
વડોદરા શહેરમા હોટલના સંચાલકો સગીર અને નાના બાળકો પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થીક શોષણ કરતા હોય છે. ત્યારે આવા તત્વો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમ કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે કે કારેલીબાગ જીઈબી સ્ટેશન ની બાજુમાં ચોખેલાલ ફરસાણ સમર્થ શોપીંગ સેંટર દુકાન ન-૦૩વાળો નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થીક તેમજ માનશીક રીતે શોષણ કરે છે. જેના આધારે એ એએચટીયુની ટીમ દ્વારા ચોખેલાલ ફરસાણવાળાની દુકાનમાં રેઇડ કરી હતી. ત્યારે દુકાનમાં એક 15 વર્ષનો છોકરો કામ કરતો મળી આવ્યો હતો. પોલીસે સગીરની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે દુકાનમાં છેલ્લા એક મહીનાથી કામ કરે છે અને મને માસીક 9 હજાર પગાર આપે છે. જેથી દુકાન માલીકે સગીર બાળકનું માનસીક તથા આર્થીક શોષણ કરેલ હોય માલીક પ્રવિણ મનિષભાઇ શર્મા (રહે.ગુલમોર સોસાયટી, પાણીની ટાકી પાસે કારેલીબાગ વડોદરા ) વિરુધ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ 2015ની કલમ-79 મુજબ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકને બાળમજુરીમાંથી સગીરને મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.