Vadodara

વડોદરા : કારેલીબાગમાંથી અડધા લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગર મનોજ કહાર ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા રેડ બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યો છે. જેમાં પીસીબીએ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં ટેમ્પોમાંથી રૂ. 48 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લિસ્ટેડ બુટલેગર મનોજ કહારની રૂ. 1.98 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળ કાર્યવાહી માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સોંપાયો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા સિટી વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે અને સમા તથા હરણી વારસિયા રિંગ વિસ્તારમાં ચાલતા વિદેશી તથા દેશી દારૂના અડ્ડા પર રેડ પાડીને બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સમા તથા વારસીયા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. જેને લઇને પોલીસ જાણે ઉંઘમાંથી જાગી હોય પ્રોહિબિશનના કેસ કરવાની કામગીરીમા જોતરાઇ ગઇ છે. ગઇકાલે કારેલીબાગ આર્યકન્યા પાછળ પાર્વતીનગરમાં રહેતો મનોજ રામચંદ્રિ કહાર થ્રી વ્હીલર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મુક્તાનંદ ત્રણરસ્તા પાસે આવેલા સુકન અનંત કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં મુકી તે પણ ત્યાં હાજર છે. તેવી બાતમી પીસીબીને મળી હતી. જેના આધારે ટીમે અનંત કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી લિસ્ટેડ બુટલેગર મનોજ રામચંદ્ર કહાર ઝડપાઇ ગયો હતો. તેના સાથે રાખી ટેમ્પામા તપાસ કરી હતી. ત્યારે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબીએ 48 હજારનો વિદેશી દારૂ, મોબાઇલ તથા ટેમ્પો મળી રૂ. 1.50 લાખ મળી 1.98 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે કારેલીબાગ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનયી છે કે મનોજ કહાર ગુનાઇત ભુતકાળ ધરાવે છે. તેની સામે કારેલીબાગ સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં 41 ગુનો પ્રોહિબિશનના નોંધાયેલા છે.

Most Popular

To Top