Vadodara

વડોદરા : કારેલીબાગની વર્ધમાન સોસાયટીમાં મહાકાય મગરે લોકોને ઘરમાં કેદ કર્યા

ભારે જહેમતે 6 થી 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું :

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વર્તમાન સોસાયટીમાં મોડી રાત્રે મહાકાય દેખા દેતા સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે સ્થળ પર પહોંચેલી રેસ્ક્યુ ટીમે ભારે જહેમતે રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે સરીસૃપ અને મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાની ઘટનાઓ આજે પણ યથાવત જોવા મળી રહી છે. જેની સામે વડોદરા શહેરની વિવિધ પ્રાણીપ્રેમી સંસ્થાઓ દ્વારા ખડે પગે ઉભા રહી આવા જીવોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવી રહ્યા છે. તેવામાં શનિવારે મોડી રાત્રે કારેલીબાગ વર્ધમાન સોસાયટીમાં મગર આવી જતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

બનાવ અંગેની જાણ વડોદરા રેસ્ક્યુ ટીમને કરવામાં આવતા સભ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટ નીરજ પાસી અને સંદીપ ગુપ્તા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં જોતા આશરે છ થી સાત ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડ્યો હતો. જેથી તેઓએ આ અંગેની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુઅર નીતિનભાઈને કરી હતી. જેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી નીતિન પટેલ અને લાલુ નિઝામા તેમની ટીમ સાથે સ્થળ પર આવી ગયા હતા અને ભારે જહેમતે મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે મગરનું રેસ્ક્યુ થતાં સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top