Vadodara

વડોદરા: કાઉન્સિલરના પતિ સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાળ



હડતાલ દરમિયાન પાણી ડ્રેનેસ સ્ટ્રીટ લાઈટ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર ને લાફો મારવાની ઘટનાનો વિવાદ હવે જોર પકડી રહ્યો છે. કર્મચારી તેમજ અધિકારીઓએ કાઉન્સિલરના પતિ સામે પગલા નહીં ભરાય ત્યાં સુધી હડતાલની ચીમકી આપી છે.


બે દિવસ પૂર્વે ભાજપના મહિલા કાઉન્સિલર પ્રફુલા જેઠવાના પતિ રાજુ જેઠવાએ કામ બાબતે પાલિકાના પાણી પુરવઠા ના આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો મારી દીધો હતો. જે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. પાલિકાના મહિલા કાઉન્સિલરના પતિના ચાલતા શાસનમાં અધિકારીઓ હવે કંટાળી ગયા છે અને કાઉન્સિલર ના પતિની કામોમાં દખલગીરી અને દાદાગીરી વધી જતા હવે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓએ હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે. તમામ અધિકારીઓએ અને કર્મચારીઓ ઓફિસની કામગીરી પડતી મૂકી છે. તેમજ કાઉન્સિલર ના પતિ સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાલની ચીમકી આપી છે. આ હડતાલ દરમિયાન પાણી ડ્રેનેસ સ્ટ્રીટ લાઈટ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. બાકીના તમામ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા.


એક ચોક્કસ ઍસ ઓ પી બનાવવામાં આવે

જે ઘટના ઘટી હતી તેને લઈને પોલીસ કાર્યવાહી કરવા માટે અમે અરજી કરી છે. ત્યાંથી હજી કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. માટે અમે જુદા જુદા સ્તરે રજૂઆત કરી રહ્યા છીએ અને અમારી માગણી એ છે કે ફરી પાછી આવી કોઈ ઘટના ન બને અને અનુકૂળ વાતાવરણ બની રહે. એક ચોક્કસ એસ ઓ પી બનાવવામાં આવે. સરકાર લેવલથી કે કોર્પોરેશન લેવલથી ચેનલ વાઇઝ કામગીરીની રજૂઆત કરવામાં આવે. આસિસ્ટન્ટ એન્જિનિયરને પ્રથમ કહેવામાં આવે ત્યારબાદ એન્જિનિયર ને કહેવામાં આવે એની ઉપર એચઓડી અને ત્યારબાદ ડેપ્યુટી કમિશનર કમિશનરને કામગીરી ના થાય તે માટે રજૂઆત કરવામાં આવે. અમે તમામ કર્મચારી અને અધિકારી જે કાઉન્સિલરના પતિએ અધિકારીને લાફો માર્યો હતો તેનો વિરોધ અર્થે અને જ્યાં સુધી મહિલા કાઉન્સિલર ના પતિ પર કોઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તમારી હડતાલ ચાલુ રહેશે.

ધાર્મિક દવે, એડિશનલ સીટી એન્જિનિયર પાણી પુરવઠા શાખા

Most Popular

To Top