ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શરમ કરો શરમ કરો’ના નારા, કહ્યું- 2500 દઈ પ્રજાને ભીખ આપો છો
વડોદરા કલેક્ટર કચેરી ખાતે એક તરફ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની બેઠક ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ આવેદનપત્રને લઇ ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસને ધક્કો મારી કોંગ્રેસના આગેવાનો કલેક્ટર ઓફિસર આગળ બેસી ગયા હતા. વિરોધના પગલે જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા.વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે.
વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાય રે… ભાજપ હાય… હાય…ના નારા લગાવ્યા હતા. એમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરો… શરમ કરોના… નારા લગાવ્યા હતા. આ દરમિયાન આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પાંચ જણને આવેદન આપવાનું કહેતાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. પોલીસ સાથે કોંગ્રેસપ્રમુખ અને કાર્યક્રતાનું ઘર્ષણ થયું.
વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારોમાં જઇ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ વિરોધ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને આજે 31 ઓગસ્ટના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માગ કરી હતી. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.